જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે, જેને આત્મા અને પિતાનો કારક માનવામાં આવે છે. સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે, જેની અસર 12 રાશિઓના જીવનમાં કોઈને કોઈ રીતે જોવા મળે છે. સૂર્યની સ્થિતિમાં ફેરફારની અસર 12 રાશિઓ તેમજ દેશ અને દુનિયામાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સૂર્ય હાલમાં મિથુન રાશિમાં છે. જ્યાં તે બુધ અને ગુરુ સાથે યુતિ કરીને ગુરુ આદિત્ય, બુધાદિત્ય યોગ તેમજ ત્રિગ્રહી યોગ બનાવી રહ્યો છે. 20 જૂને સૂર્ય અરુણ સાથે દ્વિવાદશ યોગ બનાવવા જઈ રહ્યો છે, જેના કારણે કેટલીક રાશિના લોકોને ઘણો લાભ મળી શકે છે. અરુણ ગ્રહ હાલમાં વૃષભ રાશિમાં છે. આ વિશ્લેષણ ચંદ્ર રાશિના આધારે કરવામાં આવ્યું છે. અહીં જાણઓ આ ભાગ્યશાળી રાશિઓ વિશે...

