Home / Entertainment : Raaj Kumar once beaten a man to death Raza Murad told reason

રાજ કુમારના મારથી થયું હતું એક વ્યક્તિનું મોત, રઝા મુરાદે જણાવ્યું અભિનેતાને કેમ આવ્યો હતો ગુસ્સો

રાજ કુમારના મારથી થયું હતું એક વ્યક્તિનું મોત, રઝા મુરાદે જણાવ્યું અભિનેતાને કેમ આવ્યો હતો ગુસ્સો

સ્વર્ગસ્થ અભિનેતા રાજ કુમાર તેમની અનોખી સ્ટાઇલ માટે જાણીતા હતા. તેમના ગુસ્સા અંગેની ઘણી વાતોઓ હેડલાઈન્સમાં આવી છે. હવે રઝા મુરાદે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એકવાર તેમણે એક વ્યક્તિને એટલો ખરાબ રીતે માર્યો હતો કે તેનું મોત થઈ ગયું. રાજ કુમાર વિરુદ્ધ ઘણા સમય સુધી હત્યાનો કેસ ચાલુ રહ્યો હતો. બાદમાં કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ કારણે ગુસ્સો આવ્યો

ANI સાથે વાત કરતા રઝા મુરાદે કહ્યું, "એકવાર રાજ સર એક મિત્ર અને તેની ગર્લફ્રેન્ડ સાથે જુહુ બીચ પર હતા. કોઈએ તે મહિલા પર અભદ્ર ટિપ્પણી કરી. રાજ સર ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. તેઓએ તે માણસને એટલો માર્યો કે તે મરી ગયો. રાજ સર સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો. મારા પિતા તેમના ખૂબ સારા મિત્ર હતા, તેઓ તેમને સપોર્ટ કરવા માટે દરેક સુનાવણીમાં કોર્ટ જતા હતા. આ કેસ લાંબા સમય સુધી ચાલ્યો પણ બાદમાં કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. આમાં ઘણા અઠવાડિયા લાગ્યા હતા."

ખૂબ ઊંચા હતા

ઇન્ટરવ્યુમાં રઝા મુરાદે એમ પણ કહ્યું કે જ્યારે તેમણે રાજ કુમારને જોયા ત્યારે તેમની ઊંચાઈ જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. રઝા મુરાદે કહ્યું, "મને યાદ છે જ્યારે અમે તેમના કોટેજમાં ગયા હતા. મને તેમને પહેરાવવા માટે માળા આપવામાં આવી. જ્યારે મેં તેમને જોયા ત્યારે મને એવું લાગ્યું કે હું કુતુબ મિનાર તરફ જોઈ રહ્યો છું. તેઓ ખૂબ ઊંચા હતા. પણ તેમણે જે કર્યું તે પ્રશંસનીય હતું. તેમણે ગરદન મારા સુધી નમાવી જેથી હું તેમને માળા પહેરાવી શકું."

Related News

Icon