Home / Business : RBI will do such a gamble with torn notes, you will also be shocked to know

RBI ફાટેલી નોટોથી કરશે આવો જુગાડ, જાણીને તમે પણ ચોંકી જશો

RBI ફાટેલી નોટોથી કરશે આવો જુગાડ, જાણીને તમે પણ ચોંકી જશો

ઘણીવાર લોકો વિચારે છે કે આપણે બેંકોમાં જે ફાટેલી નોટો પાછી આપી આવીએ છીએ, બેંક તેનું શું કરતું હશે. ઘણા લોકોના મનમાં આવા પ્રશ્નો આવતા હશે. તો હવે આ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. ભારતીય રિઝર્વ બેંક આ માટે ખાસ પગલાં લેવા જઈ રહી છે. કાગળની નોટોના નિકાલને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે. આરબીઆઈ હવે લાકડાના બોર્ડ બનાવવા માટે ફાટેલી નોટોનો ઉપયોગ કરશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

RBI ફાટેલી નોટોનું શું કરશે?
આરબીઆઈએ પેનલમાં આવા બોર્ડ બનાવનારાઓને સમાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. RBIએ 2024-25 માટેના તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતમાં વાર્ષિક ઉત્પાદિત બેંક નોટના ટુકડા અથવા બ્રિકેટ્સ (ટુકડાઓ ભેળવીને બનાવેલા બ્લોક્સ) નું કુલ વજન 15,000 ટન છે. કેન્દ્રીય બેંક તેના નિકાલ માટે ગ્રીન વિકલ્પો શોધી રહી છે.

ફાટેલી નોટો બાળવી પર્યાવરણ માટે હાનિકારક છે
પરંપરાગત રીતે, મોટાભાગની કેન્દ્રીય બેંકો અને ચલણ વ્યવસ્થાપનમાં સામેલ અન્ય સત્તાવાળાઓ કાપેલી નોટોનો લેન્ડફિલિંગ(પુરાણ) કરીને અથવા બળતણ તરીકે બાળીને નિકાલ કરે છે, જે પર્યાવરણને અનુકૂળ નથી. અહેવાલમાં જણાવાયું છે કે આરબીઆઈએ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ વુડ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા કેટલાક વૈકલ્પિક ઉકેલો શોધવા માટે એક અભ્યાસ શરૂ કર્યો છે. અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે ફાટેલી નોટોમાંથી બનેલા બ્લોક લાકડાના બોર્ડની તકનીકી જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

ફાટેલી નોટોમાંથી લાકડાના બોર્ડ બનાવવામાં આવશે
કેન્દ્રીય બેંકે પાર્ટિકલ બોર્ડ ઉત્પાદકોને પેનલિંગ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ ઉત્પાદકો તેમના બોર્ડમાં લાકડાના કણોને બદલે (ફાટેલી નોટોના બનેલા) બ્રિકેટ ખરીદશે. કરન્સી મેનેજમેન્ટ વિભાગ બેંકનોટના ટુકડાઓ, બ્રિકેટ્સનો નિકાલ કરવા માટે વધુ પર્યાવરણને અનુકૂળ રીતો શોધવા માટે સક્રિયપણે તેની પહેલ કરશે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બેંકનોટમાં વપરાતા સુરક્ષા થ્રેડો અને રેસા, સુરક્ષા શાહી અને છાપકામમાં વપરાતા અન્ય રસાયણો પર્યાવરણ પર અસર કરે છે. તેથી જ તેના નિકાલને વધુ ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ બનાવવાની જરૂર છે.

Related News

Icon