ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC) બેઠક સાતમી એપ્રિલના રોજ શરૂ થઈ હતી. જેનો નિર્ણય આજે નવમી એપ્રિલના રોજ મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠક બે દિવસ ચાલી હતી. મોનેટરી કમિટીની બેઠક દરમિયાન રેપો રેટ અને અન્ય નાણાકીય સંબંધિત નિર્ણયો લેવામાં આવ્યા છે. રેપો રેટ ઉપરાંત RBI પર્સન-ટુ-મર્ચન્ટ લિમિટ વધારવાનું પણ વિચારી રહી છે. જ્યારે કોઈ વ્યક્તિ UPI, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ દ્વારા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન કરે છે. તો તેને પર્સન-ટુ-મર્ચન્ટ કહેવામાં આવે છે.

