
IPL 2025ની 24મી મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ બંને ટીમો હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-4માં છે. એક તરફ, દિલ્હી 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે બેંગલુરુ એટલા જ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. એક તરફ, દિલ્હીએ જીતની હેટ્રિક લગાવી છે, તો બીજી તરફ બેંગલુરુ પણ પોતાનો વિજય ક્રમ જાળવી રાખવા માંગે છે. તો ચાલો જાણીએ કે દિલ્હી-બેંગલુરુ મેચમાં ચિન્નાસ્વામીની પિચ અને બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ સકે છે.
પિચ રિપોર્ટ
બેંગલુરુ અને દિલ્હી વચ્ચેની આ મેચ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. અહીંની પિચ સામાન્ય રીતે બેટિંગ માટે મદદરૂપ છે. જોકે, બોલરોને બીજી ઈનિંગમાં મદદ મળી રહી છે. અહીં પ્રથમ ઈનિંગમાં એવરેજ સ્કોર 202 રન રહ્યો છે, જ્યારે બધી મેચોને જોડીને જોવામાં આવે તો અહીં એવરેજ સ્કોર 192 રન રહ્યો છે. ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરીને અહીં ટાર્ગેટ ડીફેન્ડ કરવા માંગે તેવી શક્યતાઓ વધુ છે.
મેચ પ્રિડિક્શન
IPLના ઈતિહાસમાં અત્યાર સુધી, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ કુલ 30 વખત એકબીજા સામે ટકરાયા છે. જેમાં બેંગલુરુનો દબદબો રહ્યો છે કારણ કે તેણે 19 મેચ જીતી છે જ્યારે દિલ્હી ફક્ત 11 વાર જ જીતી શક્યું છે. એ પણ નોંધનીય છે કે છેલ્લી 6 મેચોમાં, દિલ્હી કેપિટલ્સ ફક્ત એક જ વાર બેંગલુરુને હરાવવામાં સફળ રહી છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે 12 મેચ રમાઈ છે, જેમાંથી બેંગલુરુ 7 વખત જીતી છે, દિલ્હી 4 વખત જીતી છે અને આ મેદાન પર તેની એક મેચ રદ કરવામાં આવી હતી. આ આંકડાઓ પરથી બેંગલુરુનો હાથ ઉપર હોય તેવું લાગે છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
RCB: વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.
DC: જેક ફ્રેઝર-મેકગર્ક, ફાફ ડુ પ્લેસિસ, કેએલ રાહુલ, અભિષેક પોરેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપરજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા.