Home / India : Karnataka government's statement in court in Bengaluru stampede case

'આખી દુનિયાને બોલાવી, 1 કલાક પહેલા જ પરમિશન લીધી', બેંગલુરૂ ભાગદોડ કેસમાં કોર્ટમાં કર્ણાટક સરકારનું નિવેદન

'આખી દુનિયાને બોલાવી, 1 કલાક પહેલા જ પરમિશન લીધી', બેંગલુરૂ ભાગદોડ કેસમાં કોર્ટમાં કર્ણાટક સરકારનું નિવેદન

બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBની જીતની ઉજવણી દરમિયાન ભાગદોડ કેસમાં કર્ણાટક સરકારે મોટું નિવેદન આપ્યું છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન કર્ણાટક સરકારે BCCI અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ને આ દૂર્ઘટના માટે જવાબદાર ગણાવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બેંગલુરૂમાં ભાગદોડની ઘટનામાં 11 લોકોના થયા હતા મોત

કર્ણાટક સરકારે બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) અને BCCIને સીધી રીતે જવાબદાર ઠેરવી છે. આ દૂર્ઘટનામાં 11 લોકોના મોત થયા હતા. સરકારે હાઇકોર્ટમાં જણાવ્યુ કે આ ઇવેન્ટ માટે કોઇ પરવાનગી લેવામાં આવી નહતી અને આયોજકોએ સોશિયલ મીડિયા દ્વારા 'આખી દુનિયાને બોલાવી લીધી હતી'.

આ વાત તે સમયે સામે આવી જ્યારે કોર્ટમાં ચાર લોકોની અરજી પર સુનાવણી થઇ હતી જેમાં RCBના માર્કેટિંગ હેડ નિખિલ સોસાલે પણ સામેલ છે. આ લોકોએ પોતાની ધરપકડને પડકાર આપ્યો હતો. આ ઘટનાની સુનાવણી હાઇકોર્ટના જજ એસ.આર.કૃષ્ણકુમારની સિંગલ બેન્ચ કરી રહી છે.

રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ શશિ કિરણ શેટ્ટીએ કોર્ટમાં જણાવ્યું કે RCBએ 29 મેએ પંજાબ વિરૂદ્ધ મેચ જીતી લીધી હતી. તેમ છતા તેમને ના તો જીતની ઉજવણી (વિક્ટરી પરેડ) કાઢવાની પરવાનગી લીધી અને ના તો સ્ટેડિયમમાં ઉજવણી માટે પરમિશન માંગી હતી.

એક કલાક પહેલા જ પરવાનગી માંગવામાં આવી

શેટ્ટીએ જણાવ્યુ- 3 જૂને મેચ શરૂ થવાના એક કલાક પહેલા આયોજકોએ તંત્રને એક પત્ર લખ્યો હતો જેમાં લખ્યુ હતું કે તે વિક્ટરી પરેડનું આયોજન કરશે. એટલે કે તે પરવાનગી માંગતા નહતા માત્ર પોતાના પ્લાનની જાણકારી આપતા હતા.

તેમ છતા RCBએ 3 જૂનની રાત્રે 11:30 વાગ્યાથી લઇને 4 જૂન સવાર સુધી સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ કરી હતી જેમાં ફેન્સને વિક્ટરી પરેડ અને સેલિબ્રેશનમાં સામેલ થવા માટે બોલાવવામાં આવ્યા હતા.

સ્ટેડિયમની બહાર પહોંચ્યા હતા 4 લાખ લોકો

એડવોકેટ જનરલે કોર્ટમાં કહ્યું- એવું લાગી રહ્યું હતું જેમ આખી દુનિયાને બોલાવી લેવામાં આવ્યા હોય. વકીલે જણાવ્યું કે સ્ટેડિયમની બહાર આશરે 3.5થી 4 લાખ લોકો પહોંચી ગયા હતા જ્યારે સ્ટેડિયમની ક્ષમતા 33000 લોકોની જ હતી. વકીલે કહ્યું કે આયોજકોએ એમ પણ નહતું જણાવ્યુ કે અંદર કોને આવવા દેવામાં આવ્યા, તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં માત્ર એટલુ લખ્યુ હતું કે તમામ ફેન્સ આવે અને ટીમ માટે ચીયર કરે.

સરકારે જણાવ્યુ ભીડને સંભાળવાની જવાબદારી કોની હતી?

સરકારે કોર્ટને જણાવ્યુ કે RCB અને BCCI વચ્ચે ગેટ મેનેજમેન્ટ, ટિકિટિંગ અને સુરક્ષાને લઇને એક સમજૂતિ થઇ હતી, જેના અનુસાર ભીડને સંભાળવાની જવાબદારી ફ્રેન્ચાઇઝી અને ક્રિકેટ બોર્ડની હતી. પહેલા કહેવામાં આવ્યું હતું કે આ ઇવેન્ટ માટે DNA એન્ટરટેઇનમેન્ટ કંપની અને KSCA સાથે મળીને ત્રણ પક્ષની સમજૂતિ થઇ હતી પરંતુ કોર્ટમાં તેને ખોટી બતાવવામાં આવી અને સુધારો કરવામાં આવ્યો હતો.

RCBએ સત્ય છુપાવ્યું

એડવોકેટ જનરલે કહ્યું કે RCBએ સત્ય છુપાવવાનો પ્રયાસ કર્યો અને આ ઇવેન્ટને સરકારી કાર્યક્રમની જેમ રજૂ કર્યો જ્યારે આ પુરી રીતે પ્રાઇવેટ આયોજન હતું. એડવોકેટ જનરલે જણાવ્યુ કે RCBએ  સોશિયલ મીડિયા પર ફ્રી પાસની વાત કહી હતી પરંતુ આ સ્પષ્ટ નહતું કર્યું કે કોને અંદર આવવા દેવામાં આવે અને કોને નહીં. RCB ખોટી જાણકારી સાથે કોર્ટમાં આવી છે અને તેને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે.

CID બેંગલુરૂ ભાગદોડ કેસની તપાસ કરશે

સરકારે એમ પણ જણાવ્યુ કે આ ઘટનાની તપાસ હવે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ને સોપવામાં આવી છે. ભાગદોડની ઘટના બાદ કેટલાક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

 

 

 

Related News

Icon