
સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) એ 4 જૂને બેંગ્લોરમાં થયેલી ભાગદોડ માટે RCB (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) ને જવાબદાર ઠેરવ્યું છે. ટીમે પોલીસની પરવાનગી વિના સોશિયલ મીડિયા પર અચાનક વિજય સરઘસ કાઢવાની જાહેરાત કરી હતી, જેના કારણે લાખોની ભીડ એકઠી થઈ હતી. આ ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
બેંગલુરૂમાં ત્રણથી પાંચ લોકોની ભીડ એકઠી થઇ હતી
ટ્રિબ્યુનલે પોતાની ટિપ્પણીમાં કહ્યું, ' પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે લગભગ ત્રણથી પાંચ લાખ લોકોની ભીડ એકઠી કરવા માટે RCB જવાબદાર છે. RCBએ પોલીસ પાસેથી યોગ્ય પરવાનગી કે સંમતિ લીધી ન હતી. અચાનક સોશિયલ મીડિયા પર માહિતી પોસ્ટ કરવામાં આવી અને તેના પરિણામે લોકો એકઠા થયા.'
ટ્રિબ્યુનલે RCB દ્વારા કાર્યક્રમની અચાનક જાહેરાતને 'અવ્યવસ્થા પેદા કરનાર' ગણાવી. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'RCB એ કોઈપણ પૂર્વ પરવાનગી વિના અચાનક આ પ્રકારની અવ્યવસ્થા ઊભી કરી. એવી અપેક્ષા રાખી શકાય નહીં કે માત્ર 12 કલાકમાં પોલીસ કાયદા અથવા અન્ય નિયમો અનુસાર તમામ જરૂરી વ્યવસ્થા કરી શકશે.'
RCBએ વિજય સરઘસ કાઢ્યું હતું
RCBએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેઓ તેમની પહેલી IPL જીતના બીજા દિવસે 4 જૂને વિજય સરઘસ કાઢશે. પોલીસની ભૂમિકાનો બચાવ કરતા ટ્રિબ્યુનલે કહ્યું, "પોલીસકર્મીઓ પણ માણસો છે. તેઓ ન તો 'ભગવાન' છે કે ન તો 'જાદુગર', અને તેમની પાસે 'અલાદ્દીનના ચિરાગ' જેવું કોઈ જાદુઈ ઉપકરણ નથી જેનાથી તેઓ ફક્ત આંગળીઓ હલાવીને કોઈપણ ઇચ્છા પૂરી કરી શકે."
ટ્રિબ્યુનલે એમ પણ કહ્યું કે પોલીસને યોગ્ય તૈયારીઓ માટે પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો. 4 જૂન 2025 ના રોજ સમયના અભાવે, પોલીસ જરૂરી વ્યવસ્થા કરી શકી ન હતી. પોલીસને પૂરતો સમય મળ્યો ન હતો.' આ ટિપ્પણી બેંગલુરુના એક પોલીસ અધિકારી દ્વારા તેમના સસ્પેન્શન સામે દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન કરવામાં આવી હતી.
આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે 3 અને 4 જૂનની રાત્રે મોટી સંખ્યામાં લોકો પહેલાથી જ હાજર હતા, જેમને સંભાળવામાં પોલીસ વ્યસ્ત હતી. ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં બીજો એક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો હતો, જેનાથી પોલીસ દળ પર વધુ દબાણ આવ્યું.
ટ્રિબ્યુનલે તારણ કાઢ્યું કે પોલીસને આવી ભીડને નિયંત્રિત કરવા અને જરૂરી વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય અને પૂર્વ માહિતી મળવી જોઈએ, જે આ કેસમાં આપવામાં આવી ન હતી.