Home / Sports : Vijay Mallya makes a big revelation about buying RCB team

RCB વ્હિસ્કીના પ્રમોશન માટે બનાવી, વિજય માલ્યાએ IPL ટીમ ખરીદવા અંગે કર્યો મોટો ખુલાસો

RCB વ્હિસ્કીના પ્રમોશન માટે બનાવી, વિજય માલ્યાએ IPL ટીમ ખરીદવા અંગે કર્યો મોટો ખુલાસો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ IPL 2025નો ખિતાબ જીત્યા બાદ સતત ચર્ચામાં છે. 18 વર્ષ બાદ ટીમે પહેલીવાર આ ખિતાબ પોતાના નામે કર્યો છે. ટીમના પૂર્વ માલિક વિજય માલ્યાએ આ ઐતિહાસિક જીત પર ખુશી વ્યક્ત કરી અને RCB ખરીદવા પાછળનું વાસ્તવિક કારણ પણ જણાવ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મુંબઈની ટીમ માટે પણ બોલી લગાવી હતી

યુટ્યુબર સાથે પોડકાસ્ટની વાતચીત દરમિયાન માલ્યાએ કહ્યું કે, IPL સાથે મારો સંબંધ લલિત મોદીના અપ્રોચથી શરૂ થયો હતો. તેમણે કહ્યું કે, 'લલિત મોદીએ BCCI કમિટી સમક્ષ IPL માટે પોતાનું વિઝન રજૂ કર્યું હતું, જેનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો. એક દિવસ તેમણે મને ફોન કર્યો અને કહ્યું કે ટીમોનું ઓક્શન થવા જઈ રહ્યું છે, શું તમે ટીમ ખરીદવા માંગો છો? ત્યારબાદ મેં ત્રણ ફ્રેન્ચાઇઝી માટે બોલી લગાવી. મેં મુંબઈની ટીમ માટે પણ બોલી લગાવી હતી, પરંતુ ખૂબ જ ઓછા માર્જિનથી રહી ગયો.'

IPL ભારતીય ક્રિકેટ માટે ગેમ ચેન્જર

માલ્યાએ આગળ કહ્યું કે, જ્યારે મેં 2008માં RCB ખરીદવા માટે બોલી લગાવી ત્યારે મેં IPLને ભારતીય ક્રિકેટ માટે ગેમ ચેન્જર તરીકે જોયું. મારું વિઝન એક એવી ટીમ બનાવવાનું હતું જે બેંગ્લુરુની ઓળખ બને. ઉર્જાથી ભરપૂર, મોર્ડન અને ગ્લેમરસ. તે સમયે અમે 112 મિલિયન ડોલર (લગભગ રૂ. 600-700 કરોડ)ની બોલી લગાવી હતી, જે તે સમયે બીજી સૌથી મોટી બોલી હતી. મને આ લીગની પોટેન્શિયલ પર પૂરો વિશ્વાસ હતો. હું ઇચ્છતો હતો કે RCB માત્ર એક ક્રિકેટ ટીમ નહીં પણ એક બ્રાન્ડ બને. તેથી મેં તેને 'રોયલ ચેલેન્જ' સાથે જોડી, જે અમારી સૌથી વધુ વેચાતી દારૂ બ્રાન્ડ્સમાંની એક હતી. આનાથી ટીમને એક મજબૂત અને પ્રીમિયમ ઓળખ મળી.

ક્રિકેટ નહીં દારૂની બ્રાન્ડના પ્રચાર માટે ખરીદી હતી RCB

માલ્યાએ કબૂલ કર્યું કે, RCB ખરીદવા પાછળ મારો ઈરાદો ક્રિકેટ નહીં પરંતુ પોતાની વ્હિસ્કી બ્રાન્ડ 'રોયલ ચેલેન્જ'ને પ્રમોટ કરવાનો હતો. તેણે કહ્યું કે, 'હું ઈચ્છતો હતો કે, RCB માત્ર એક ક્રિકેટ ટીમ જ ન રહે, પરંતુ એક લાઇફસ્ટાઈલ બ્રાન્ડ બને. આફ્ટર પાર્ટીસ, ચીયરલીડર્સ, ચાહકો સાથે જોડાવું, આ બધું સમજી વિચારીને કરવામાં આવ્યું હતું, જેથી RCBને સૌથી ગ્લેમરસ ફ્રેન્ચાઈઝી બનાવી શકાય. કિંગફિશર અને રોયલ ચેલેન્જ અમારા સ્પોન્સર હતા, તો અમે દરેક મેચને એક મોટી ઈવેન્ટ બનાવી દીધી. લોકોએ કહ્યું કે આ બધુ એક દેખાડો છે, પરંતુ અમારા માટે તે એક વ્યૂહરચના હતી. બેંગ્લોરના લોકોને આ બધું ખૂબ પસંદ આવ્યું અને ધીમે-ધીમે RCB શહેરની ધડકન બની ગઈ.'

Related News

Icon