Home / Sports : 'Virushka doesn't even mention your name': Virat's sister gave this reply to the troller

'વિરુષ્કા તમારું નામ પણ નથીં લેતા' : કોમેન્ટ બાદ વિરાટની બહેને આપ્યો ટ્રોલર્સને આપ્યો આ જવાબ  

'વિરુષ્કા તમારું નામ પણ નથીં લેતા' : કોમેન્ટ બાદ વિરાટની બહેને આપ્યો ટ્રોલર્સને આપ્યો આ જવાબ  

વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 18 વર્ષ પછી IPL ટ્રોફી જીતી છે. વિરાટે આ ટ્રોફી જીતવા માટે ઘણો સમય રાહ જોઈ છે. એવામાં ફેન્સથી લઈને ફેમિલી સુધી બધા વિરાટને અભિનંદન આપી રહ્યા છે. વિરાટ કોહલીની બહેન ભાવના કોહલી ડિંગરાએ પણ તેના ભાઈ માટે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ફોટો શેર કરીને અભિનંદન આપ્યા હતા. પરંતુ કેટલાક ટ્રોલ્સે ભાવનાના વિરાટ સાથેના સંબંધો પર સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ ભાવનાએ ટ્રોલ્સને યોગ્ય જવાબ આપ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભાવના કોહલીની પોસ્ટ વાઈરલ

ભાવનાએ વિરાટના ઘણા ફોટો શેર કરતા લખ્યું છે કે, 'આ રાત અને આ ક્ષણે આપણે તે સ્વપ્નની ઉજવણી કરી રહ્યા છીએ, જેણે ક્યારેક આપણને રડાવ્યા તો કયારેક હસાવ્યા. પણ તે જે રાહ જોઈ તે ખૂબ લાંબી હતી. દરેક ક્ષણ હવે એક વિરામ અને એક વિચિત્ર શાંતિ સાથે અનુભવવી જોઈએ કે હા, હવે તે ખરેખર બન્યું છે. દુઃખ-તકલીફોમાં RCBની સાથે ઉભા રહેલા લાખો ફેન્સનો આભાર. આ જીત દરેક વ્યક્તિની પોતાની વ્યક્તિગત જીત છે.'

ભાવનાએ વધુમાં લખ્યું કે, 'તારા આંસુ દરેક વ્યક્તિની આંખોમાં અનુભવાય છે જેમણે તને પ્રેમ કર્યો છે. અમે તારી સાથે રડ્યા કારણ કે તું, મારો નાનો વીરુ, અમારા જીવનમાં આનંદ અને પ્રેરણા લાવવા ભગવાન દ્વારા પસંદ કરવામાં આવ્યો છે. આ ક્ષણ જોવી, આ સફરની સાક્ષીબનવું એ એક આશીર્વાદ છે અને સ્વર્ગમાં ક્યાંક કોઈ તમારા પર ગર્વથી સ્મિત કરી રહ્યું છે.'

ભાવનાને યુઝરે કરી ટ્રોલ

ભાવનાની આ પોસ્ટ પર એક યુઝરે તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો અને લખ્યું, 'વિરાટ પોતાની સ્પીચમાં ક્યારેય તમારું નામ કેમ નથી લેતો? તેણે ક્યારેય તમારી કોઈ પોસ્ટ લાઈક પણ નથી કરી. તેમજ અનુષ્કા પણ આવું નથી કરતી.' 

ટ્રોલર્સને આપ્યો જવાબ

આના જવાબમાં ભાવનાએ લખ્યું- 'ભગવાન તમને એ સમજવાની ધીરજ આપે કે પ્રેમ ઘણી રીતે થઇ શકે છે. એ જરૂરી નથી કે દુનિયાને બતાવવામાં આવે, પરંતુ તે હજુ અસ્તિત્વમાં છે, જેમ કે ભગવાન માટે પ્રેમ. આશા છે કે તમારા જીવનમાં પૂરતો પ્રેમ હોય, કોઈ અસલામતી ન હોય, ફક્ત સાચા સંબંધો હોય જેને કોઈ ઓળખની જરૂર ન હોય, ગોડ બ્લેસ યુ.'

 

Related News

Icon