Home / Auto-Tech : BSNL increased the validity of these two plans

Tech News / BSNL એ વધારી બે પ્લાનની વેલિડિટી, 380 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ

Tech News / BSNL એ વધારી બે પ્લાનની વેલિડિટી, 380 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ

BSNL એ તેના બે રિચાર્જ પ્લાનની વેલિડિટી વધારવાનો નિર્ણય લીધો છે. મધર્સ ડે નિમિત્તે, સરકારી ટેલિકોમ કંપનીએ બે રિચાર્જ પ્લાનની વેલિડિટી વધારી દીધી છે. આ ઉપરાંત, યુઝર્સને 120 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ પર ત્રણ રિચાર્જ પ્લાન ઓફર કરવામાં આવી રહ્યા છે.BSNL એ તેના સત્તાવાર X હેન્ડલ પરથી આ માહિતી આપી છે. BSNL એ 1999 રૂપિયા અને 1499 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં વધુ વેલિડિટી આપવાનું વચન આપ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કંપનીની પોસ્ટ મુજબ, જો યુઝર્સ 7 મેથી 14 મે વચ્ચે BSNLની વેબસાઈટ અથવા સેલ્ફ કેર એપ પરથી પોતાનો નંબર રિચાર્જ કરાવે છે, તો તેમને આ બંને પ્રીપેડ પ્લાનમાં પહેલા કરતા વધુ વેલિડિટી આપવામાં આવશે. BSNL એ 11 મે, રવિવારના રોજ મધર્સ ડે નિમિત્તે યુઝર્સને આ ઓફરનો લાભ આપ્યો છે.

1499 રૂપિયાનો પ્લાન

BSNLનો આ રિચાર્જ પ્લાન 1,499 રૂપિયામાં આવે છે. આ પ્રીપેડ પ્લાનમાં, યુઝર્સને 336 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. જોકે, મધર્સ ડે ઓફર હેઠળ, યુઝર્સને આ પ્લાનમાં 365 દિવસ એટલે કે આખા વર્ષ માટે મળશે. આ પ્લાનમાં ઉપલબ્ધ ઓફર્સ વિશે વાત કરીએ તો, યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને ફ્રી નેશનલ રોમિંગનો લાભ મળશે.

BSNL આ પ્લાનમાં કુલ 24GB હાઈ સ્પીડ ડેટા આપી રહ્યું છે. આ ઉપરાંત, યુઝર્સને દરરોજ 100 મફત SMSનો લાભ પણ મળશે. BSNL તેના તમામ રિચાર્જ પ્લાન પર BiTV ની એક્સેસ આપે છે. BSNL ના પ્લાન સાથે યુઝર્સને તેની એક્સેસ મળશે, જેમાં  તેઓ તેમના ફોન પર 350થી વધુ લાઇવ ટીવી ચેનલો એક્સેસ કરી શકશે.

1999 રૂપિયાનો પ્લાન

BSNLનો આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. જોકે, કંપની હવે આ પ્લાનમાં 380 દિવસની વેલિડિટી આપી રહી છે. આમાં મળતા ફાયદાઓ વિશે વાત કરીએ તો, યુઝર્સને તેમાં કુલ 600GB હાઈ સ્પીડ ડેટાનો લાભ મળે છે. ઉપરાંત, તેમને અનલિમિટેડ કૉલિંગ અને મફત ફ્રી નેશનલ રોમિંગનો લાભ મળે છે.

Related News

Icon