
ઉનાળો હોય કે શિયાળો હંમેશા કંઈક અલગ ખાવાની ઇચ્છા રહે છે. શિયાળામાં તળેલું ભોજન પચી જાય છે, પરંતુ ઉનાળામાં તે ખૂબ જ મુશ્કેલ હોય છે. આ જ કારણ છે કે લોકો આ ઋતુમાં ઓછા તળેલા ખોરાક અને નાસ્તા ખાવાનું પસંદ કરે છે.
આ જ કારણ છે કે આજે તમને અડદની દાળમાંથી ઓછા તળેલા નાસ્તા કેવી રીતે બનાવશો તે જણાવવા જઈ રહ્યા છીએ. ખરેખર, અહીં તમને ઓછા તેલમાં અડદની દાળમાંથી ટિક્કી બનાવવાની એક સરળ રીત જણાવીશું, જેથી તમે તમારી જાતને તેમજ તમારા પરિવાર અને મિત્રોને ખવડાવી શકો.
અડદ દાળની ટીક્કી
- 1 બાઉલ અડદ દાળ
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- 4-5 લીલા મરચા
- ચમચી કોથમીર
- 1 ડુંગળી
- સ્વાદ અનુસાર મીઠું
- તળવા માટે તેલ
અડદ દાળની ટીક્કી બનાવવાની રીત
સૌ પ્રથમ અડદ દાળને કપડાથી સાફ કરી મિક્સરમાં કકરી પીસી લેવી પછી એક બાઉલમાં કાઢી લો ત્યાર બાદ તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો.
હવે તેમાં લીલાં મરચા, કોથમીર અને ડુંગળી ઉમેરો.
હવે બરાબર મિક્સ કરો પછી તેમાં મીઠું ઉમેરો અને મિક્સ કરો હવે એક કડાઈમાં તેલ ગરમ કરવું પછી એક એક કરીને અડદ દાળ ની ટીક્કી બનાવી ગરમ તેલમાં ધીમા ગેસ ઉપર તળી લેવી.
હવે સર્વિંગ પ્લેટ માં કાઢી મીઠી ચટણી સાથે સર્વ કરો.