
વડોદરા VIP રોડ ખોડિયાર નગર પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરમાં ફરી એકવાર રફ્તારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.
વડોદરા VIP રોડ ખોડિયાર નગર પાસે બેફામ કારચાલકે પાંચથી સાત વાહનોને અડફેટે લીધા હતા. કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા દોડધામ મચી ગઈ હતી. કારચાલક નશો કરેલી હાલતમાં હોવાનું બહાર આવ્યું છે. કારમાંથી વિદેશી શરાબની બોટલ અને ચવાણુંના પેકેટ પણ મળી આવ્યા છે. ઘટનાને પગલે સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારચાલકને હાલ પોલીસ મથકે લઇ જવામાં આવ્યો છે.