
છેલ્લાં ઘણાં સમયથી વ્યાયામ શિક્ષકો ભરતીને લઈને આંદોલન કરી રહ્યા હતા. ત્યારે હવે આ વ્યાયામ શિક્ષકોને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર, જૂન મહિનામાં શિક્ષણ વિભાગ દ્વારા વ્યાયામ શિક્ષકોની ભરતી હાથ ધરવામાં આવશે.
વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને મહત્ત્વનો નિર્ણય
મળતી માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને નિર્ણય લેવાયો છે. જૂન મહિનામાં વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભરતી માટે ખાસ સમિતિની કરાઈ રચના
ભરતી પ્રક્રિયાને લઈને એક કમિટીની રચના કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા કમિટીમાં શિક્ષણ મંત્રીનો અને શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીનો સમાવેશ કરવામાં આવશે. આ સિવાય શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓનો પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવશે. મે મહિના સુધીમાં માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે.