Home / India : Duplicate Salman Khanthrown behind bars reel shooting

સલમાન ખાનનો ડુબ્લિકેટની ધરપકડ, રિલ બનાવવાના ચક્કરમાં જેલના સળિયા પાછળ ધકેલાયો

સલમાન ખાનનો ડુબ્લિકેટની ધરપકડ, રિલ બનાવવાના ચક્કરમાં જેલના સળિયા પાછળ ધકેલાયો

લખનૌના ઠાકુરગંજ વિસ્તારમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પોતાને સલમાન ખાન તરીકે દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રિલ્સ બનાવવાના ચક્કરમાં તેણે ટ્રાફિક જામ કર્યો હતો. આરોપીની ઓળખ આઝમ અલી અંસારી તરીકે થઈ છે. જણાવી દઈએ કે, ગ્લોબ કાફેની સામે રીલ બનાવતી વખતે લોકો સાથે બબાલ મચાવી રસ્તો બ્લોક કર્યો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જાહેર રસ્તા પર બબાલ થવાની માહિતી મળતા જ ઠાકુરગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. પોલીસના જણાવ્યા અનુસાર આઝમ અલી અંસારી પરવાનગી વિના ભીડ એકઠી કરી રહ્યો હતો અને સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવી રહ્યો હતો. તપાસ  દરમિયાન તેની પાસેથી એક લાઇસન્સવાળી રિવોલ્વર પણ મળી આવતા તેની ધરપકડ કરાઈ હતી.

ડીસીપી વેસ્ટ ઝોન વિશ્વજીત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે રસ્તો બ્લોક કરવો અને રિવોલ્વરથી રીલ બનાવવી એ ગંભીર બાબત હોઈ શકે છે, જેના કારણે મોટી ઘટના બની શકતી હતી. આ કારણોસર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવકને કસ્ટડીમાં લઈને આ બાબતે વધુ તપાસ કરવામાં આવી રહી છે.  

Related News

Icon