
ડો.ઉમાકાંત.જે.જોષી
ગીતાનાં ૧૮ અધ્યાય છે તેનાં દરેક અધ્યાયનું પણ મહાત્મય યાને ફળ પદ્મપુરાણમાં આપેલું છે. જેમ આટલી ગીતાનું મહાત્મય વાંચવુ જરૂરી છે તેમ દરેક અધ્યાયનું મહાત્મયફળ પણ વાંચવું- જાણવું જરૂરી છે. જે વાંચવાથી 'ગીતાપાઠ'નું પૂરેપુરુ ફળ મળે છે.
આશરે પાંચ હજાર વર્ષ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણના મુખે કહેવાયેલું 'બ્રહ્મજ્ઞાાન' ગીતા તરીકે ઓળખાતું હોઈ ગીતા અત્યંત પવિત્ર, મોક્ષ આપનારી તથા મનને અત્યંત શાંતિ આપનારી ગણાય છે. વળી શાસ્ત્રમાં પાંચ પ્રકારના 'મહાયજ્ઞા' કહ્યા છે. આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક, શારીરિક તથા માનસિક (આત્મિક). ગીતા ના વાંચનથી તે 'પાંચેય મહાયજ્ઞા'નું ફળ મળે છે.
ગીતા વાંચવી, વહેંચવી, પ્રચાર કરવો. આ બધું ય પુણ્યમય છે. કારણકે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણને મુખે કહેવાયેલું આ ગીતાજ્ઞાાન માણસનાં આત્માનું કલ્યાણ કરનારૃં અને મોક્ષ આપનારૃં છે.
ગીતા આમ તો મહાભારતનાં ભીષ્મ પર્વનો એકભાગ છે. કૃષ્ણ-અર્જુનનાં સંવાદરૂપે ભગવાન શ્રી વેદવ્યાસે શ્લોક બદ્ધ કરેલી ગીત ભગવાન શ્રીકૃષ્ણની અમૃતવાણી છે. જગતની ૧૪૦૦ જેટલી જુદી જુદી ભાષાઓમાં તેનો અનુવાદ થયેલ છે. એજ તેની મહાનતા બતાવે છે. તેથી જ તે 'મહાગ્રંથ' કહેવાય છે. વેદો સ્મૃતિ, અને ઉપનિષદો સાર 'ગીતા'માં સમાયેલ છે.
મહાભારતના યુદ્ધ વખતે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનનો મોહભંગ કરવા આ 'ગીતાબોધ' કહેલો પણ યુદ્ધ, પતી ગયા પછી અને તેમાં જીત મેળવ્યા પછી અર્જુન એ જ્ઞાાનને ભૂલી ગયો હતો. આથી તેણે ભગવાન શ્રીકૃષ્ણને ફરી કહ્યું,' હે ભગવાન ! યુદ્ધનાં રણમેદાનમાં મને મોહભંગ કરવા તમે મને ગીતાનો જે ઉપદેશ આપેલો તે હું ચિત્તની ચંચળતાને લીધે ભૂલી ગયો છું. મને એ ઉપદેશ ફરીથી સાંભળવાની તીવ્ર ઇચ્છા થઈ છે. તો કૃપા કરી એ ઉપદેશ મને ફરીથી સંભળાવો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે 'હે અર્જુન ! તે મારૃં જ્ઞાાન યાદ રાખ્યું નહીં. તે ઠીક નથી કર્યું. કારણ કે એ અદ્ભૂત જ્ઞાાન હવે મને પણ યાદ આવે તેમ નથી. કારણ કે મેં તો યોગ દશામાં જઈને એ બ્રહ્મજ્ઞાાન પ્રાપ્ત કર્યું હતું. અને એ મોક્ષ પ્રાપ્તિ કરાવનાર અદ્ભૂત બ્રહ્મજ્ઞાાન તે ફરીથી હું તને શી રીતે કહું ? આ બ્રહ્મજ્ઞાાન ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન ભૂલી ગયા હતા તે ભગવાન શ્રી વેદવ્યાસે પોતાના તપ તથા યોગવિદ્યાના બળે પાછું મેળવ્યું હતું અને તેને 'ગીતા' રૂપે ફરીથી રજુ કર્યું હતું. જે આપણી પાસે શ્રીમદ્ ભગવદ્ગીતા' સ્વરૂપે મોજુદ છે.
- પદ્મપુરાણના ઉત્તરખંડમાં આપેલ ગીતાના પહેલા અધ્યાયનું મહાત્મ્ય : પાર્વતીજી મહાદેવને કહે છે કે તમે સર્વ તત્ત્વોના જ્ઞાાતા છો. તમારી કૃપાથી મને શ્રી વિષ્ણુ સંબંધી વિવિધ પ્રકારના ધર્મ સાંભળવા મળ્યા, જે સમસ્ત લોકોના ઉદ્વાર કરવાવાળા છે. તો હે દેવેશ ! હવે હું ગીતાનું મહાત્મ્ય સાંભળવા ઇચ્છું છું જેનું કરવાથી શ્રી હરિમાં ભક્તિ વધે છે. આપે એવું તે શું જ્ઞાાન મેળવ્યું છે કે જેને લીધે સર્વલોકો આપને પૂજે છે ?
- મહાદેવજી બોલ્યા :
જેમનો શ્રીવિગ્રહ અળશીનાં ફુલ જેવો શ્યામ વર્ણ છે. પૃથ્વીરાજ ગરૂડ જેમના વાહન છે. જે પોતાના મહિમાથી કદી ચ્યુત થતા નથી તથા શેષનાગની શય્યાપર સદા શયન કરે છે તે ભગવાન વિષ્ણુની હું ઉપાસના કરું છું. ગીતામા મારી સ્થિતિને જોઉ છું.
તેના ક્રમશ : પાંચ અધ્યોને તમે પાંચ મુખી સમજો. દશ અધ્યાયોને દશ ભુજાઓ સમજો અને એક અધ્યાયને ઉદર (પેટ) અને બે અધ્યાયોને બે ચરણ કમળ જાણે. આ પ્રમાણે અઢાર અધ્યાયોની વાંગમયી ઇશ્વરીય મૂર્તિ જ ગીતાને સમજવી જોઈએ.
આ ગીતાનું જ્ઞાાન દ્વારા તે મહાન પાતકોનો નાશ કરનારી છે. જે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ ગીતાના એક અથવા અડધા અધ્યાય અથવા એક, અડધા કે ચોથા ભાગના શ્લોકનો પણ દરરોજ પાઠ કરે છે. અભ્યાસ કરે છે તે મુક્ત થઈ જાય છે. સુશર્માની જેમ તે પાવન થઈ જાય છે. (પદ્મપુરાણ)
- પહેલા અધ્યાયનાં પઠનનું ફળ:
એક સુશ બહુ ખોટી બુદ્ધિનો માણસ હતો. પાપીઓનો પણ તે શિરોમણિ હતો. તેનો જન્મ વૈદિકજ્ઞાાનથી શૂન્ય અને ક્રૂરકર્મી 'બ્રાહ્મણના કુળમાં થયો હતો. ન તો તે ધ્યાન કરતો હતો કે ન પૂજા ન હોમ કરતો હતો. કે ન અતિથિઓનો પણ સત્કાર કરતો ન હતો. તે લંપટ હોવાને કારણે સદા વિષયોના સેવનમાં જ આસક્ત રહેતો હતો. તે હળ હાંકતો અને પાંદડા વેચીને જીવન-નિર્વાહ કરતો હતો. તેને મદિરપાન (દારૂ)નું વ્યસન હતું તથા તે માંસ પણ ખાતો હતો. આ પ્રમાણે તેણે જીવનનો મોટો ભાગ વ્યતીત કરી દીધો હતો.
એક દિવસ તે પાંદડા લાવવા માટે કોઈ ઋષિનાં બગીચામાં ફરી રહ્યો હતો. ત્યાં તે દરમ્યાન સાપે તેને દંશ માર્યો. સુશમાં મૃત્યુ પામ્યો. મૃત્યુ પછી તે અનેક પ્રકારના નરકોમાં જઈને ત્યાંની યાતનાઓ ભોગવી મૃત્યુલોકમાં પાછો આવ્યો. અને અહીં તે બોજ ઉપાડનાર બળદ બન્યો. તે સમયે કોઈ લંગડા માણસે. પોતાનું જીવન આરામથી વ્યતીત કરવા માટે તેને ખરીદી લીધો. બળદે તે લંગડા માણસનો ભાર વહન કરીને બહુજ મુશ્કેલીથી સાત-આઠ વર્ષ પસાર કર્યા. એક દિવસ તે પંગુ માણસે કોઈ ઉંચા સ્થાને બહુ જ તે જ ગતિએ તે બળદને દોડાવ્યો. તેથી તે થાકીને જમીન ઉપર પડી ગયો. અને મૂર્છિત થઈ ગયો. તે સમયે કુતૂહલવશ ઘણા માણસો ભેગા થઈ ગયા. તે લોકોમાંથી કોઈ પુણ્યાત્મા વ્યક્તિએ તે બળદનું કલ્યાણ કરવા માટે તેને પોતાના પુણ્યનું દાન કર્યુ.
ત્યાર પછી થોડા બીજા લોકોએ પણ પોત-પોતાના પુણ્યોને યાદ કરીને બળદનાં કલ્યાણર્થે દાન કર્યું. તે ભીડમાં એક વેશ્યા પણ હતી. તેને પોતાના પુણ્યની ખબર ન હતી. છતાં તેણે લોકોની દેખાદેખી જોઈ તે બળદને માટે કંઈક આપ્યું.
ત્યાર પછી યમરાજના દૂતો તે મરી ગયેલા પ્રાણીને પહેલાં યમપુરીમાં લઈ ગયા. ત્યાં એવું વિચારીને કે આ વેશ્યાના આપેલા પુણ્યથી પુણ્યવાન થઈ ગયો છે. તેથી તેને છોડી દેવામાં આવ્યો. પછી તે ભૂલોકમાં આવીને ઉત્તમ કુળમાં શીલવાન બ્રાહ્મણનાં ઘરમાં ઉત્પન્ન થયો. તે સમયે પણ તેને પૂર્વજન્મની વાતોનું સ્મરણ હતું. ઘણા દિવસ પછી પોતાના અજ્ઞાાનને દૂર કરનારા કલ્યાણ તત્ત્વનો જીજ્ઞાાસુ થઈને તે પેલી વેશ્યાની પાસે ગયો. અને તેના દાનની વાત કહીને તેણે વેશ્યાને પૂછયું કે તમે કયું પુણ્યદાન કર્યું હતું ?' વેશ્યાએ ઉત્તર આપ્યો- ' આ પિંજરામાં બેઠેલો પોપટ કંઈક ભણે છે. તેનાથી મારૃં અંત:કરણ પવિત્ર થઈ ગયું છે. તેનું પુણ્ય મેં તમારા માટે દાન કર્યું હતું. ત્યાર પછી તે બન્નેએ પોપટને પૂછયુ, ત્યારે તે પોપટે પોતાના પૂર્વજન્મનું સ્મરણ કરીને પ્રાચીન ઇતિહાસ કહેવા માંડયો.
- પોપટ બોલ્યો : હું પૂર્વજન્મમાં વિદ્વાન હોવા છતાં પણ અભિમાનથી મોહિત રહેતો હતો. મારો રાગ-દ્વેષ એટલો વધી ગયો હતો કે હું ગુણવાન વિદ્વાનો પ્રત્યે પણ ઇર્ષ્યા કરવા લાગ્યો. પછી યથા સમયે મારૃં મૃત્યુ થઈ ગયું. અને હું અનેક ઘૃણિત લોકમાં ભટકતો રહ્યો. ત્યાર પછી આ લોકમાં આવ્યો. સદ્ગુરૂની બહુ જ નિંદા કરવાના કારણે પોપટના કુળમાં મારો જન્મ થયો. પાપી હોવાના કારણે મારાં માતા-પિતાનો વિયોગ નાની ઉંમરમાં જ થઈ ગયો. એક દિવસ હું ગ્રીષ્મઋતુના તપેલા રસ્તા ઉપર પડયો હતો.
ત્યાંથી કેટલાક શ્રેષ્ઠ મુનિઓ મને ઉપાડી લાવ્યા અને તેના આશ્રમમાં લાવી તેમણે મને એક પાંજરામાં પૂરી દીધો. ત્યાં મને ભણાવવામાં આવ્યો. ઋષિઓનાં બાળકો બહુ આદર સાથે ગીતાનાં પહેલા અધ્યાયનો પાઠ કરતા હતા. તેમને સાંભળીને હું પણ તે પહેલા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. આ દરમ્યાન એક ચોરી કરનાર શિકારીએ મને ત્યાંથી ચોરી લીધો. ત્યાર પછી આ દેવીએ મને ખરીદી લીધો. આજ મારી કહાની છે. અમારી કહાની છે. જે તમને કહી. પૂર્વકાળમાં મેં આ પહેલા અધ્યાયનો અભ્યાસ કર્યો હતો. જેનાથી મેં મારા પાપોને દૂર કર્યા છે. પછી તેનાથી આ વેશ્યાનું પણ અંત:કરણ શુદ્ધ થયું છે અને તેના પુણ્યથી આ શ્રેષ્ઠ બ્રાહ્મણ પણ પાપમુક્ત થઈ ગયો છે. આ પ્રમાણે પરસ્પર વાર્તાલાપ અને ગીતાનાં પ્રથમ અધ્યાયનાં મહાત્મ્યની પ્રશંસા કરીને તે ત્રણેય નિરંતર પોતપોતાના ઘરમાં ગીતાનો અભ્યાસ કરવા લાગ્યા. તેથી જે ગીતાનાં પ્રથમ અધ્યાયને વાંચે, સાંભળે તથા તેનો અભ્યાસ કરે છે. તેને આ ભવસાગર પાર કરવામાં કોઈ મુશ્કેલી થતી નથી (પદ્મપુરાણ)
- ગીતાયા : પઢને કૃત્વા મહાત્મ્યં નૈવ ય: પઢેત ।
વૃથા પાઠફલં તસ્ય શ્રમણ્વહિ કેવલ્।।
ગીતાનો પાઠ કરીને જે મનુષ્ય તેના મહાત્મ્યનો પાઠ કરતો નથી તેમના પાઠનું ફળ નિષ્ફળ જાય છે અને કેવળ પાઠ કરવાની મહેનત જ થાય છે. (વરાહપુરાણ)
શ્રી શંકરં શંકરાચાર્ય : આદ્ય શ્રી જગદ્ગુરૂ શંકરાચાર્ય જયંતિ
યુગ પુરૂષ જગદ્ગુરૂ આદિ શંકરાચાર્યનું પ્રાગટય કેરાલાના કાલડી નામના ગામમાં વૈશાખ સુદી પાંચમને ઇ.સ.૭૮૮ની ૧૫મી મે ના રોજ નામ્બુદી વિપ્ર પરિવારમાં થયું હતું. દિવ્ય પ્રતિભા ધરાવતા આ બાળકનું નામ શ્રી શંકર રાખવામાં આવ્યું. સાત વર્ષની ઉંમરે વેદવેદાંત અને શાસ્ત્રોનું અધ્યયન કરી પ્રખર જ્ઞાાન પ્રાપ્ત કર્યું હતું. માતા અને પુત્ર વચ્ચે અગાધ પ્રેમ હતો. સંન્યાસ લેવાની તીવ્ર ઇચ્છા હતી પણ મા નાના બાળકને સંમતિ આપે તેમ ન હતી તેથી એકવાર માતા સાથે નદીએ ગયેલા શંકરે અચાનક ચીસ પાડીને કહ્યું કે મા ! મારો પગ એક મગરે પકડીને એના જડબામાં જકડી લીધો છે. તું જો મને સંન્યાસ લેવાની હા પાડે તો એ મગર મને છોડવા તૈયાર છે. મા એ હા પાડી અને મગર જતો રહ્યો. ગૃહત્યાગ કરતી વેળા માની વંદના કરી આશિર્વાદ માગ્યા ત્યારે મા એ કહ્યું વત્સ મારા અંત સમયે તને યાદ કરૂ ત્યારે તુ અવશ્ય હાજર થજે.
સદ્ગુરૂની શોધમાં એક મિત્ર સાથે નર્મદા તટે પધાર્યા. સ્વામી ગોવિંદ ભગવત્પાદના આશ્રમે જઈ સોળમાં વર્ષે વિધિવત સંન્યસ્ત દીક્ષા લીધી. પ્રથમ શ્રી વિષ્ણુ સહસ્ત્ર ઉપર ભાષ્ય રચ્યા. ત્યારબાદ બ્રહ્મસૂત્ર, ગીતા અને ઉપનિષદો ઉપર ભાષ્ય રચ્યા. ભારતની પદયાત્રા કરીને આચાર્ય શંકરે સત્ય સનાતન ધર્મની પુન:પ્રતિષ્ઠા કરવા ચારે દિશામાં મઠ સ્થાપ્યા. પશ્ચિમે દ્વારકામાં શ્રી શારદાપીઠ, દક્ષિણમાં શ્રૃંગેરી, ઉત્તરના બદ્રીનાથમાં જયોતિમઠ એવં પૂર્વમાં જગન્નાથપુરી ખાતે ગોવધર્ન મઠ સ્થાપ્યો. ચાર શિષ્યોને પણ સનાતન પ્રચાર સોંપ્યો. હસ્તામલક, પદ્મપાદ, તોતકાચાર્ય, સુરેશાચાર્ય, મંડનમિશ્ર અને ભારતીદેવીને શાસ્ત્રાર્થમાં હરાવ્યા. માતાના અંત સમયે હાજર થયા. ૩૨ વર્ષ હિમાલયમાં નિર્વાણ પામ્યા મધુર શ્લોકો-સ્તોત્રો આજે પણ અમર છે. શ્રી શંકરં લોક શંકરમ.