
જ્યોતિષ ગણના પ્રમાણે બુધ ગ્રહ 10 મહિના બાદ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મિત્ર અને ગુરુની રાશિમાં બુધની સ્થિતિ ખૂબ મજબૂત અને શુભ પ્રભાવ પાડનારી હોય છે. બુધ દેવ 27 ફેબ્રુઆરીના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં પહેલાથી જ શુક્ર હાજર છે. આવી સ્થિતિમાં મીન રાશિમાં બુધ-શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે. લક્ષ્મી નારાયણ રાજયોગથી વૃષભ સહીત 5 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે. તો ચાલો જાણીએ કે કઈ રાશિઓ માટે લક્ષ્મી-નારાયણ યોગ શુભ છે.
વૃષભ રાશિ
મીન રાશિમાં બુધના ગોચરથી વૃષભ રાશિના જાતકો માટે આર્થિક સંભાવનાઓ પ્રબળ થશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. નોકરી કરતા લોકો માટે આ સમય પ્રમોશન અને પગાર વધારાની તકો લાવશે. ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે અને તમે તમારા પ્રિયજનો સાથે સારો સમય પસાર કરશો. રોકાણથી નફો મળવાની શક્યતા છે. ખાસ કરીને શેરબજાર, સટ્ટાબાજી અથવા લોટરીમાં રસ ધરાવતા લોકો માટે આ સમય અનુકૂળ રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે બુધનું આ ગોચર ખૂબ જ શુભ રહેશે. કારકિર્દીમાં પ્રગતિની તકો મળશે અને બેરોજગાર લોકોને નોકરી મળવાની શક્યતા છે. વ્યવસાયમાં લાભ થશે અને નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળવાના સંકેત છે. મુશ્કેલ પરિસ્થિતિઓના ઉકેલ માટે આ સમય અનુકૂળ છે. તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે, જેનાથી વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન જળવાઈ રહેશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને કારકિર્દી અને વ્યવસાયમાં અણધાર્યા લાભ મળી શકે છે. તમારે મહેનત વધુ કરવી પડશે, પરંતુ તેનું પરિણામ પણ સકારાત્મક આવશે. પૈતૃક સંપત્તિમાંથી લાભ મળવાની શક્યતા છે અને ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળી શકે છે. પારિવારિક જીવન સુખદ રહેશે અને જો તમે નવા વ્યવસાયમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમય અનુકૂળ છે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે આ ગોચર શુભ સંકેતો લાવશે. નોકરીમાં પ્રમોશનની શક્યતા છે, જ્યારે વેપારીઓ માટે યોજનાઓ સફળ થશે. જોકે, નાણાકીય બાબતોમાં આ સમય સામાન્ય રહેશે. વિદ્યાર્થીઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જ્યારે તેમના વ્યક્તિગત સંબંધોમાં તણાવ આવી શકે છે. પારિવારિક બાબતોમાં ધીરજ અને સમજણથી કામ લેવું જરૂરી.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે બુધનું ગોચર આર્થિક દ્રષ્ટિકોણથી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અચાનક ધન લાભ અને સંપત્તિ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. પરિવારમાં ખુશી અને સભ્યો વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો સ્થાપિત થશે. આવક અને બચત બંનેમાં વૃદ્ધિ થશે. તમારી વાતચીત કુશળતામાં સુધારો થશે, જેનાથી વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સફળતા મળશે. તમારા જીવનસાથી સાથે આદરપૂર્ણ વાતચીત જાળવવી જરૂરી.