
દરેક વ્યક્તિ જીવનમાં આગળ વધવા માંગે છે, પરંતુ કોઈને કોઈ કારણસર દરેક વ્યક્તિને જીવનમાં સફળતા નથી મળતી. એવા ઘણા કારણો છે જેના કારણે વ્યક્તિ જીવનમાં સફળ નથી થતો. એવું કહેવાય છે કે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન ન કરવાને કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરો છો, તો તમે જીવનમાં ઘણી સમસ્યાઓ દૂર કરી શકો છો. ખાસ કરીને મંદિર સંબંધિત તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં કેટલીક વસ્તુઓ ન રાખવી જોઈએ. આમ કરવાથી પરિવારમાંથી સુખ-સમૃદ્ધિ દૂર થઈ જાય છે. ચલો જાણીએ મંદિરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ.
આ વસ્તુઓને ઘરમાં મંદિરથી દૂર રાખો
મંદિરમાં શંખ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શંખને ધનની દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. ધ્યાન રાખો કે મંદિરમાં એકથી વધુ શંખ ન રાખો. કહેવાય છે કે મંદિરમાં એકથી વધુ શંખ રાખવાથી ધનની તંગી થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભુલથી પણ મંદિરની નજીક પૂર્વજો અને વડવાઓની તસવીરો ન લગાવવી જોઈએ. કહેવાય છે કે ગૃહ મંદિર પાસે પૂર્વજો અને પિતૃઓના ફોટા લગાવવા એ ભગવાનનું અપમાન છે. તમે ઘરની દક્ષિણ દિશામાં પૂર્વજોની તસવીરો લગાવી શકો છો.
ઘરના મંદિરમાં માચીસ રાખવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં માચીસ રાખવાથી ઘરની શાંતિમાં ખલેલ પહોંચે છે. આ સિવાય પારિવારિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
ઘરના મંદિરમાં કોઈ પણ ભગવાન કે દેવીની જૂની કે ફાટેલી તસવીરો અને પુસ્તકો ન રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી પરિવારમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. આ સિવાય સુકા ફૂલ પણ મંદિરમાં ન રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે મંદિરમાં સૂકા ફૂલ રાખવાથી વ્યક્તિના જીવનમાં નિરાશા આવે છે.
ડિસક્લેમર:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.