
મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકાય છે. જે પણ વ્યક્તિ પર હનુમાનજીની કૃપા હોય છે, તેના જીવનની સમસ્યાઓ ઓછી થાય છે અને તેના જીવનમાં સુખ અને શાંતિ રહે છે. મંગળવારે, તમે કેટલાક સરળ ઉપાય કરીને તેમને ખુશ કરી શકો છો અને વિશેષ આશીર્વાદ મેળવી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
આ પણ વાંચોઃ ઘરના મુખ્ય દ્વાર પર આ વસ્તુઓ રાખવાથી પ્રસન્ન થાય છે મા લક્ષ્મી, બને છે ધન લાભના યોગ
બગડી ગયેલા કામ બનાવવા માટે
જો તમને તમારા કામમાં સફળતા નથી મળી રહી અથવા તમારા કામમાં વિઘ્નો આવી રહ્યા છે તો મંગળવારે આ ઉપાય અવશ્ય કરો. મંગળવારે હનુમાનજીની સાથે રામ પરિવારની પણ પૂજા કરો. આમ કરવાથી અટકેલા કામ પૂર્ણ થશે અને સફળતા મળશે.
મંગળ દોષથી છુટકારો મેળવવા
જો તમારી કુંડળીમાં મંગળ દોષ છે અને તમે વારંવાર તેની ખરાબ અસરો જુઓ છો, તો તમે આ ઉપાયો અજમાવી શકો છો. તમારે મંગળવારે લાલ મરચાંનું દાન અવશ્ય કરવું. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી કુંડળીમાં મંગળ દોષની અસર ઓછી થાય છે.
સફળતા માટે
જો તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માગો છો, અથવા સરકારી નોકરી કરવા માગો છો, તો મંગળવારે આ ઉપાયો કરો. મંગળવારે વિધિ-વિધાન પ્રમાણે ભગવાન હનુમાનની પૂજા કરો અને તેમને પાન અર્પણ કરો. આમ કરવાથી સફળતા મળે છે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિની શક્યતાઓ વધે છે.
વૈવાહિક સમસ્યાઓ માટે
જો પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થાય છે તો મંગળવારે દાળનું દાન કરો. આમ કરવાથી દાંપત્યજીવનમાં મધુરતા આવે છે અને પતિ-પત્ની વચ્ચેના ઝઘડા ઓછા થાય છે.
દેવાથી છુટકારો મેળવવા માટે
જો તમે લોન લીધી હોય અને મહેનત કર્યા પછી પણ તેને પરત કરી શકતા નથી, તો મંગળવારે ભક્તિ સાથે ઋણ મોચન અંગારક સ્તોત્રનો પાઠ કરો. આનાથી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને દેવામાંથી મુક્તિ મેળવવામાં મદદ મળશે.