Home / Religion : Goddess Lakshmi will shower grace on these 3 zodiac signs

8 ફેબ્રુઆરીએ બનશે શક્તિશાળી મહાલક્ષ્મી યોગ, આ 3 રાશિના જાતકો પર કૃપા વરસાવશે દેવી લક્ષ્મી

8 ફેબ્રુઆરીએ બનશે શક્તિશાળી મહાલક્ષ્મી યોગ, આ 3 રાશિના જાતકો પર કૃપા વરસાવશે દેવી લક્ષ્મી

જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે, જે લગભગ 45 દિવસ સુધી એક રાશિમાં રહે છે. આવી સ્થિતિમાં એક રાશિ ચક્ર કરવામાં લગભગ 22 મહિનાનો સમય લાગી જાય છે. બીજી તરફ ચંદ્ર એક માત્ર એવો ગ્રહ છે જે સૌથી ઝડપી રાશિ પરિવર્તન કરે છે. તે એક રાશિમાં લગભગ અઢી દિવસ સુધી રહે છે. આવી સ્થિતિમાં તેની દર અઠવાડિયે કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ થઈ રહી છે. જ્યાં ચંદ્રને માતા, મન, મનોબળ, સ્વભાવ, કલા, રચના વગેરેનો કારક માનવામાં આવે છે. તો બીજી તરફ મંગળને આત્મવિશ્વાસ, સાહસ, ઊર્જા, પરાક્રમ, ભૂમિ, યુદ્ધ, સેના અને લોહીનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ બંને ગ્રહોની યુતિથી મહાલક્ષ્મી નામના રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, હાલમાં મંગળ ગ્રહ મિથુન રાશિમાં બિરાજમાન છે. બીજી તરફ 8 ફેબ્રુઆરી 2025 અને શનિવારના રોજ સવારે 6:20 વાગ્યે ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે જેનાથી મહાલક્ષ્મી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ બનવાથી પદ-પ્રતિષ્ઠા, માન-સન્માન, આત્મવિશ્વાસ, ધન-સંપત્તિ, ધન-વૈભવ, એશ્વર્ય વગેરેની પ્રાપ્તિ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે, મિથુન રાશિમાં ચંદ્ર અને મંગળની યુતિથી બનેલા મહાલક્ષ્મી યોગ કઈ રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પણ વાંચો: ગુરુની રાશિમાં ત્રિગ્રહી યોગ બનવાથી આ 3 રાશિઓનો ગોલ્ડન ટાઇમ શરૂ, આવકમાં ભારે ઉછાળા સાથે કરશે પ્રગતિ 

મકર રાશિ 

મકર રાશિના જાતકો માટે મહાલક્ષ્મી યોગ ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. આ રાશિના છઠ્ઠા ભાવમાં આ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને અચાનક આર્થિક લાભ મળી શકે છે. સુખ-સુવિધામાં ઝડપથી વધારો થઈ શકે છે. કાર્યસ્થળ પર તમે જે કાર્ય કરો છો તેમાં તમને અપાર સફળતા મળી શકે છે. આવી સ્થિતિમાં તમને ઘણી સિદ્ધિઓ મળી શકે છે. વ્યાપાર ક્ષેત્રમાં તમને પર્યાપ્ત માત્રામાં નફો મળી શકે છે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. પૈતૃક સંપત્તિ મળવાની પૂરી શક્યતા છે. આ સાથે જ કોઈપણ કામ માટે બૅન્કમાંથી સરળતાથી લોન પણ મળી શકે છે. લવ લાઇફ સારી રહેશે. તમારા જીવનસાથી સાથે તમે સારો સમય પસાર કરશો.

કુંભ રાશિ

મંગળ અને ચંદ્રની યુતિ પાંચમા ભાવમાં થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં મહાલક્ષ્મી રાજયોગ આ રાશિના જાતકો માટે પણ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ રાખશો, જેના કારણે તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકશો. કુંભ રાશિના જાતકોને અણધાર્યો નાણાકીય લાભ મળી શકે છે. કારકિર્દી ક્ષેત્રમાં પણ અપાર સફળતાની સાથે તમને પ્રમોશન અને બોનસ મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન થઈ શકે છે. તમને વ્યાપારમાં પણ ઘણો નફો મળશે. તમે તમારી બધી ઇચ્છાઓ પૂરી કરી શકો છો. પાર્ટનર સાથે સારો સમય પસાર થશે.

તુલા રાશિ

આ રાશિમાં નવમા ભાવમાં મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળી શકે છે. આ રાશિના જાતકોને મા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળી શકે છે. તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ રહેશે. કારકિર્દીના ક્ષેત્રમાં તમને ઉચ્ચ પદની સાથે પગારમાં વધારો મળી શકે છે. તમે વ્યાપારમાં પણ સારો નફો કમાઈ શકો છો. ભાગીદારીમાં કરેલા વ્યાપારથી તમને ઘણો નફો મળી શકે છે. પૈતૃક સંપત્તિ મળવાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

Related News

Icon