Home / Religion : Jupiter transits Taurus, Rashi Fal

જ્યોતિષ/ ગુરુ ગ્રહનો વૃષભ રાશિ પ્રવેશ, મેષ સહિત 12 રાશિના જાતકોને થશે આ ફાયદો

જ્યોતિષ/ ગુરુ ગ્રહનો વૃષભ રાશિ પ્રવેશ, મેષ સહિત 12 રાશિના જાતકોને થશે આ ફાયદો

ડો. હેમીલ પી લાઠીયા, જ્યોતિષાચાર્ય

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુરુ ગ્રહ તા. ૧/૫/૨૪ બુધવાર ના રોજ ૧૨:૫૬ ના સમયે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને અને તા. ૧૪/૫/૨૫ ના રોજ ૨૨:૩૪ ના સમયે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહના વૃષભ રાશિમાં પ્રવેશ દરમિયાન બાર રાશિના જાતકો માટે આવો સમય રહેશે.    

વૃષભ રાશિ ના ગુરુ દરમિયાન બાર રાશિ પરનું એક સામાન્ય ફળકથન

મેષ ( અ, લ, ઇ ) : 

નોકરીમાં બદલી, બઢતી કે નવી તક મળે, વ્યવસાયમાં પ્રગતિ જણાય, અણધાર્યો કોઈ લાભ પણ મળે, જુના પડતર પ્રશ્નોનો ઉકેલ પણ આવે તેવું બની શકે, આરોગ્ય સુખાકારીમાં વધારો થાય. કુટુંબ કાર્યમાં યોગદાન પણ આપી શકાય.

વૃષભ ( બ, વ, ઉ ) :

સ્વાસ્થ્ય સુખાકારી વધે, વિદ્યાભ્યાસમાં સારા યોગ બને, તમારી લાગણી સંતોષાય, જાહેર જીવનમાં પ્રતિભા વધી શકે, યાત્રા કે જાત્રા, ધાર્મિક કાર્ય સંભવિત બની શકે છે,  નસીબ સાથ આપતું જણાય.

મિથુન ( ક, છ, ધ )

ઘર પરિવાર તેમજ અંગત જીવનમાં શાંતિ મળે, જમીન મકાન બાબતના પ્રશ્ન ઉકેલાઈ શકે, નોકરીમાં સારી બદલી, બઢતી કે નવી તક મળી શકે, આરોગ્ય બાબત કોઈ પીડા હોય તો સુધારો આવી શકે.

કર્ક ( ડ, હ )

ભાઈ બહેન કુટુંબ અંગે સારું કાર્ય થાય, આત્મબળ, હિંમતમાં વધારો થાય, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું રહે,  માન પ્રતિષ્ઠામાં વધારો આવી શકે. નવા સંબંધનો વિકાસ થાય.

સિંહ ( મ, ટ ) 

ધન વૈભવમાં વધારો થાય, વાણી પર પ્રભુત્વ વધે, જમીન મકાન સંબંધિત કોઈ કાર્ય પણ થઈ શકે, નોકરીમાં કોઈ પ્રશ્ન હોય તે હલ થાય કે નવી નોકરી કે બઢતી મળે તેવું પણ બની શકે, કુટુંબમાં કોઈ અણબનાવ હોય તો તેમાં પણ સુધારો આવી શકે.

કન્યા ( પ, ઠ ણ )

મુસાફરીના યોગ બને છે આરોગ્યમાં કોઈ તકલીફ હોય તો તેનું પણ નિદાન થઈ શકે, આસપાસના વર્તુળોમાં જેમકે પાડોશી, મિત્રો, સહકર્મચારીઓ સાથે સંબંધ સારા બને, જુના મતભેદ ભૂલવાની તક મળે.

તુલા ( ર, ત ) :

વિદેશ યાત્રા કે જાત્રા થઈ શકે, વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ આવવાના યોગ પણ બને, આર્થિક, કુટુંબીક બાબતે સારું સુખ મળે, અશાંત મન ધીરેધીરે શાંતિ તરફ વળે એટલે મનનો ઉદ્વેગ ઘટે.

વૃશ્ચિક ( ન, ય ) : 

મિત્રો પરિચિતો સાથે સંબંધ વધે. કોઈ લાભની વાત પણ થઈ શકે. શારીરિક પીડા હોય તે ઓછી થાય, તન મનમાં સ્ફૂર્તિ વધે, સાહસી વિચારો રહે, કુટુંબ પ્રત્યે સારો ભાવ જાગે, કોઈ ખરીદીની ઈચ્છા ફળીભૂત થઈ શકે. 

ધન ( ભ, ફ, ધ, ઢ ) : 

નોકરી વ્યવસાયમાં અચાનક કોઈ સારી તક મળે, ખટપટથી દૂર રહેવું, લાંબા અંતરની મુસાફરી પણ થઇ શકે, નાણાકીય લાભ પણ સંભવિત બને, કુટુંબમાં કોઈ સારા કાર્યમાં યોગદાન પણ આપો.

મકર ( ખ, જ ) : 
લાગણીઓમાં અહમ ન વધે તેનું ધ્યાન રાખવું, નવી કોઈ જાણકારી કે શીખવાનું બને. તમારા કાર્યમાં ભાગ્ય સાથ આપે તેવું બને. ભાઈ બહેન મિત્રોનો સાથ સહકાર વધે, ઉત્સાહ પણ સારો જળવાય.

કુંભ ( ગ, સ, શ ) :

જુના અટકેલા કાર્યો થઈ શકે, અચાનક કોઈ સારી લાભની વાત બને. નોકરી વ્યવસાયમાં પ્રગતિ થાય તેવું કોઈ કાર્ય થાય. મતભેદ સુધારવાની તક મળે. ધીરેધીરે પોતાના કામકાજમાં સંતોષ પણ વધી શકે. 

મીન ( દ, ચ, ઝ, થ ) : 
અંગત વ્યક્તિ પર વધુ વિશ્વાસ ન રાખવો, તમારી પ્રતિભા આવડતમાં સુધારો થાય. મુસાફરીમાં ઉત્સાહ વધે, કોઈ ધાર્મિક કાર્ય પણ થાય. જુના પરિચિતોને મળવાના યોગ પણ વધુ જણાય છે.


Icon