
વર્ષ 2025નું પ્રથમ સૂર્યગ્રહણ માર્ચ મહિનામાં લાગશે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યગ્રહણનું ખૂબ જ ખાસ મહત્ત્વ છે. વર્ષ 2025નું પ્રથમ સૂર્યગ્રહણ 29 માર્ચ શનિવારના રોજ થશે. સૂર્યગ્રહણ ભારતીય સમય પ્રમાણે બપોરે 2:20 વાગ્યે શરુ થશે અને સાંજે 6:16 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણ કુલ 03.53 મિનિટના સમયગાળા સાથે સમાપ્ત થશે.
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મીન રાશિ અને ઉત્તર ભાદ્રપદમાં લાગશે. આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય પરંતુ તેની અસર આગામી ત્રણ મહિના સુધી ઘણી રાશિઓ પર જોવા મળશે. ચાલો જાણીએ સૂર્યગ્રહણ પછી કઈ રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.
મેષ, કર્ક, મીન રાશિના લોકોને વર્ષના પ્રથમ સૂર્યગ્રહણથી કષ્ટ થવાની શક્યતા છે. આ ત્રણેય રાશિના જાતકોએ આગામી ત્રણ મહિના સુધી સાવધાની રાખવાની જરૂર છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકોને વર્ષના પ્રથમ સૂર્યગ્રહણના કારણે આર્થિક નુકસાન થવાની શક્યતા છે. આ દરમિયાન કોઈપણ પ્રકારના બિનજરૂરી ખર્ચથી દૂર રહેવું. વ્યાપારમાં લેવદ-દેવડમાં સાવધાની રાખવી. પૈસાના મામલામાં કોઈની વાતમાં ન આવી જવું.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોએ 29 માર્ચ પછી જૂન મહિના સુધી પોતાની કરિયર અંગે ખૂબ જ સતર્ક રહેવું. આ દરમિયાન કોઈપણ બેદરકારી ન દાખવવી, નહીંતર તમને નુકસાન થઈ શકે છે. તમારી એક ભૂલ તમને ખૂબ મોંઘી પડી શકે છે અને તમે તમારી નોકરી પણ ગુમાવી શકો છો.
મીન રાશિ
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મીન રાશિમાં લાગશે. મીન રાશિના જાતકો આ દરમિયાન માનસિક તણાવનો ભોગ બની શકે છે. કોઈપણ પ્રકારના તણાવને તમારા પર હાવી ન થવા દો અને તમારા કામને આરામથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. પરિવારમાં ઝઘડાને કારણે પણ તમે તણાવ અનુભવી શકો છો.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.