Home / Religion : Saturn's transit in Pisces: Know a general horoscope for the twelve zodiac signs

શનિ ગ્રહનું મીન રાશિમાં ભ્રમણ : જાણો બાર રાશી પર એક સામાન્ય ફળકથન

શનિ ગ્રહનું મીન રાશિમાં ભ્રમણ : જાણો બાર રાશી પર એક સામાન્ય ફળકથન

શનિ ન્યાયના કારક ગણાય છે જે કર્મ અનુસાર ફળ આપે છે જે નવગ્રહમાં સૌથી ધીમી ગતિ એ ભ્રમણ કરે છે જે અનુસાર એક રાશીમાં લગભગ અઢી વર્ષ ભ્રમણ કરતા હોય છે, હાલ શનિ કુંભ રાશીમાંથી તા. 29/03/2025  ના રોજ મીન રાશીમાં પ્રવેશ કરશે જે તા.03/06/2027 સુધી ભ્રમણ કરશે, 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કર્ક અને વૃશ્ચિક રાશીને નાની પનોતી અઢી વર્ષની  અને મકર રાશીને સાડાસાતી પૂર્ણ થશે 
સિંહ અને ધન રાશિને અઢી વર્ષની નાની પનોતી શરૂ થશે, 
કુંભ રાશીને સાડાસાતીનો ત્રીજો તબ્બકો અને મીન રાશીને સાડાસાતીનો બીજો તબક્કો અને મેષ રાશિને સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થશે,
શનિનું ભ્રમણ દરેક રાશિને પાયાના આધારે પણ ફલાદેશમાં ગણતરીમાં લેવાતું હોય છે જે મુજબ મીન રાશીના શનિના ભ્રમણ મુજબ :

વૃષભ, તુલા, મીન રાશીને સોનાનો પાયો,
મિથુન, કન્યા, મકર રાશીને તાંબા નો પાયો,
કર્ક, વૃશ્ચિક, કુંભ રાશીને ચાંદીનો પાયો,
મેષ, સિંહ, ધન રાશીને લોઢાનો પાયો ગણતરીમાં આવશે, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ, દશા વગેરે પણ ધ્યાનમાં લેવા હિતાવહ ગણાતા હોય છે,

શનીની પનોતીમાં કર્મના આધારે ફળ મળતું હોય છે કેમ કે શનિ કર્મ પ્રધાન ગણાય છે, ભારતની આંતર રાષ્ટ્રીય ક્ષેત્રની સ્પર્ધામાં એક યુવતીને શનિ ની પનોતીમાં જ સ્પર્ધામાં વિજય મળેલો, ગુજરાત ના એક મુખ્યમંત્રીને શનિ ની સાડાસાતી દરમિયાન બે વાર ધારાસભ્ય અને બે વાર મુખ્યમંત્રી બન્યા, અનેક ઉદાહરણ જોવા મળી જાય છે કે શનિની નાની કે મોટી પનોતી દરમિયાન નોકરીમાં પ્રમોશન, સારી ફેર બદલી, કામમાં પ્રગતિ, નવા મકાન, વિદેશ મુસાફરી, જાત્રા વગેરે જેવા પણ કાર્ય થયા હોય છે, માટે પનોતી કાયમ ખરાબ ફળ આપે તે વિચાર કરવાના બદલે કર્મ પ્રમાણે ફળ આપે તેવું પણ વિચારવું પડે છે, કેમકે આપણે શનિને કર્મ અને ન્યાયના કારક ગણીએ છે જે રાજાને રંક અને રંકને રાજા પણ બનાવે છે જે કર્મ આધીન હોય છે.

મીન રાશીમાં શનિના ભ્રમણ દરમિયાન બાર રાશી પર એક સામાન્ય ફળકથન :

મેષ : ધીરજ રાખવી, ઉશ્કેરાટથી બચવું, કોઈપણ નવીન કાર્ય માટે આયોજન અને માર્ગદર્શન લેવું હિતાવહ છે, નોકરી વ્યવસાય ઘરમાં સારી ફેરબદલી પણ સંભવિત છે

વૃષભ : મહેનત મુજબ ફળ મળશે કામકાજમાં સહયોગ મળે કોઈ અંગત પ્રશ્નો માટે સમાધાનકારી વલણ રાખશો તો કાર્ય પણ થઈ શકશે

મિથુન : કામકાજમાં પ્રગતિ કરાવે, જાહેર જીવનમાં વ્યવહારુ બનીને રહેવું, જીવનસાથી સાથે દલીલ ન કરવી 

કર્ક : ધીરેધીરે કામકાજમાં પ્રગતિ થાય, મતભેદ ભૂલવાની તક મળે, આરોગ્ય બાબત સારો સુધારો જોવા મળે, કોઈ તણાવ રહેતો હોય તે ઓછો થાય અને થોડી શાંતિ મળે

સિંહ : ઉશ્કેરાટ ના રાખવો, વાતચીતમાં ધ્યાન રાખવું, નોકરી વ્યવસાય કે રહેઠાણમાં પણ ફેરબદલી થઈ શકે ખોટા ખર્ચ પર નિયંત્રણ રાખવું.

કન્યા : અંગત પ્રશ્નનું સમાધાન થાય, મનમાં કોઈ વાતની શાંતિનો અનુભવ થાય સહયોગ, સમાધાન રાખશો તો સારા કાર્ય પણ થઈ શકશે

તુલા : સંબંધ સુધારવાની તક મળે, વાસ્તવિકતા સ્વીકારવી લાભદાયક બને સેવા કાર્ય પણ થાય તેનો સંતોષ જોવા મળે

વૃશ્ચિક : ધીરજ રાખી કાર્ય કરવાથી કાર્ય ધીરેધીરે આગળ વધે અટકેલા કાર્ય માટે પ્રયત્ન કરવાથી પણ કાર્ય આગળ વધે કોઈ પસંદગી ની ખરીદી થાય

ધન : ધીરજ, શાંતિ રાખવી વાર્તાલાપ માં ક્યાંય ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું દલીલ, જીદ ન કરવી હિતાવહ છે

મકર : રાહત અને શાંતિની લાગણી અનુભવાય, તમારી લાગણી અને કામકાજની કદર થાય ઉતાવળ વૃત્તિ ન થાય તેનું ધ્યાન રાખવું

કુંભ : આરોગ્ય અને આર્થિક બાબતમાં સુધારો આવે કામકાજમાં મહેનત વધુ કરવી, કામકાજ નું ફળ મળે, શાંતિ જાળવવી

મીન : આરોગ્ય બાબત તકેદારી રાખવી, અતિ ઉત્સાહ, અતિ વિશ્વાસ ન રાખવું, ગેરસમજ થી બચવું અને વિવાદ ખટપટ થી દુર રહેવું.

ઉપાય : દરરોજ શિવ જપ અને હનુમાન ચાલીસા વાંચવા હિતાવહ કહી શકાય

ડો. હેમિલ પી લાઠિયા
જ્યોતિષાચાર્ય

Related News

Icon