Home / Religion : The prince of planets Mercury will transit from April 7

ગ્રહોનો રાજકુમાર બુધ 7 એપ્રિલથી કરશે માર્ગી, આ 4 રાશિઓના જાતકોને થશે બમણો નફો

ગ્રહોનો રાજકુમાર બુધ 7 એપ્રિલથી કરશે માર્ગી, આ 4 રાશિઓના જાતકોને થશે બમણો નફો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહોનું પોતપોતાનું મહત્ત્વ છે. કેટલાક ગ્રહોને સંપત્તિના કારક માનવામાં આવે છે તો કેટલાક ગ્રહોને બુદ્ધિના કારક માનવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ પણ ગ્રહ પોતાની રાશિ બદલી નાખે છે ત્યારે તેની સીધી અસર રાશિની સાથે માનવ જીવન પર પણ પડે છે. બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. બુધને હસ્તકલા, જ્ઞાન અને વાણિજ્યનો કારક માનવામાં આવે છે. જ્યારે બુધ તેની ચાલમાં પરિવર્તન કરે છે, ત્યારે તે બૌદ્ધિક કાર્યોને સીધી અસર કરે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તેમજ જ્યારે બુધ તેની રાશિમાં પરિવર્તન કરે છે અથવા તેની ચાલમાં પરિવર્તન કરે છે, ત્યારે તેની સીધી અસર 12 રાશિઓ પર પડે છે. કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર જોવા મળે છે તો કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર જોવા મળે છે.

જ્યોતિષે જણાવ્યું હતું કે 7 એપ્રિલે બુધ મીન રાશિમાં માર્ગી થવા જઈ રહ્યો છે, ત્યારે 6 મે સુધી તેની અસર ચાર રાશિઓ પર ખૂબ જ સકારાત્મક રહેવાની છે. તે ચાર રાશિઓ છે વૃષભ, કર્ક, કન્યા અને વૃશ્ચિક.

વૃષભ રાશિ ઉપર બુધ માર્ગી થવાને કારણે ટેક્નિકલ અને મીડિયા ક્ષેત્રે જોડાયેલા લોકો પર સકારાત્મક અસર પડશે. તેઓ પ્રગતિ કરી શકે છે. શિક્ષણ ક્ષેત્રે સાનુકૂળ પરિણામ મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હળવી થઈ શકે છે.

બુદ્ધ માર્ગી થવાથી કર્ક રાશિ પર સકારાત્મક અસર પડી શકે છે. કરિયર અને બિઝનેસમાં વૃદ્ધિ થશે. નવો ધંધો શરૂ કરી શકો છો. જૂનું રોકાણ તમને બમણો નફો આપી શકે છે. વૈવાહિક જીવનમાં અનુકૂળ પરિણામ મળી શકે છે.

બુદ્ધના માર્ગી થવાથી કન્યા રાશિના વ્યક્તિ પર સકારાત્મક અસર પડી શકે છે. અવિવાહિત વ્યક્તિને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત બનશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આવક વધુ થશે અને ખર્ચ ઓછો થશે, જેના કારણે બેંક બેલેન્સ વધશે.

બુદ્ધ માર્ગી થવાથી વૃશ્ચિક રાશિ પર સકારાત્મક અસર પડશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેઓ મિલકત, વાહન અથવા જમીનમાં નાણાંનું રોકાણ કરી શકે છે. તેમના માટે સફળતાના ચાન્સ રહેશે, તેમને સરકારી નોકરી મળી શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

Related News

Icon