
26 ફેબ્રુઆરીએ મહાદેવને સમર્પિત મહાશિવરાત્રિનો તહેવાર મનાવવામાં આવશે. આ પર્વ દર વર્ષે ફાગણ કૃષ્ણ ચતુર્દશીએ મનાવવામાં આવે છે. જ્યોતિષ ગણતરી અનુસાર મહાશિવરાત્રિનું મંગલ પર્વ ભગવાન શિવની ચાર પ્રિય રાશિઓ માટે ખૂબ ઉત્તમ માનવામાં આવી રહ્યું છે.
મેષ રાશિ
તમારા તમામ બગડેલા કાર્ય પૂર્ણ થઈ જશે. કરિયર-વેપારમાં પ્રગતિ થશે. આવકના સ્ત્રોત વધશે. ઘરમાં વૃદ્ધોનું આરોગ્ય ઉત્તમ રહેશે. મહાશિવરાત્રિના દિવસે તાંબાના લોટામાં ગોળ અને લાલ ચંદન નાખીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. ભાગ્ય સુધરી જશે.
કર્ક રાશિ
ધનધાન્યની સરળતાથી પ્રાપ્તિ થશે. દેવાનો ભાર ઓછો થશે. ખર્ચ ઘટવાથી બેન્ક-બેલેન્સ વધશે. ચાંદીના લોટાથી શિવલિંગ પર દૂધ ચઢાવો.
મકર રાશિ
નોકરી વેપારમાં ખૂબ પ્રગતિ થશે. કોઈ જૂના રોકાણથી મોટો લાભ મળી શકે છે. પાણીમાં કાળા તલ નાખીને શિવલિંગનો અભિષેક કરો.
કુંભ રાશિ
જીવનમાં ચાલી રહેલી કોઈ મોટી સમસ્યા દૂર થવાની છે. ગૃહ ક્લેશ કે માનસિક ચિંતાથી મુક્તિ મેળવશો. દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે. રૂપિયા પૈસા સાથે જોડાયેલી તંગી દૂર થશે. પિતાના સહયોગથી કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. મહાશિવરાત્રિના દિવસે પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરવો.
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.