Home / Religion : This Rudraksha provides relief from Shani Dosha

Religion: રાહુ-કેતુ અને શનિ દોષથી રાહત અપાવે છે આ રુદ્રાક્ષ, જાણો તેને પહેરવાની સાચી રીત

Religion: રાહુ-કેતુ અને શનિ દોષથી રાહત અપાવે છે આ રુદ્રાક્ષ, જાણો તેને પહેરવાની સાચી રીત

હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે.  શિવપુરાણ અનુસાર રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી માનવામાં આવે છે. ઉપરાંત તેઓ પ્રાચીન સમયથી ઘરેણાં તરીકે પહેરવામાં આવે છે. શાસ્ત્રોમાં 19 મુખી રુદ્રાક્ષનું વર્ણન છે. અહી અમે અષ્ટમુખી રુદ્રાક્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે રાહુ-કેતુ અને શનિ સાથે સંબંધિત માનવામાં આવે છે. 
એવું માનવામાં આવે છે કે આઠ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિ આ ત્રણ ગ્રહોના દોષમાંથી મુક્તિ મેળવે છે. આવો જાણીએ આઠમુખી રુદ્રાક્ષ ધારણ કરવાના ફાયદા અને તેને પહેરવાની સાચી રીત.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જાણો કેવો હોય છે આઠમુખી રુદ્રાક્ષ

જણાવી દઈએ કે, રુદ્રાક્ષના દાણા પર ધારીઓ અથવા રેખાઓની સંખ્યા જેટલી હોય એટલા મુખી તે રુદ્રાક્ષ કહેવાય છે.  મતલબ કે જો રૂદ્રાક્ષ પર એક રેખા હોય તો તે એક મુખી રુદ્રાક્ષ હશે.  જે રુદ્રાક્ષ પર 8 કાપા હોય છે તેને અષ્ટમુખી રુદ્રાક્ષ કહેવામાં આવે છે અને તે મુખ્યત્વે નેપાળ અને ઈન્ડોનેશિયામાં જોવા મળે છે. રૂદ્રાક્ષ વૃક્ષો પર જોવા મળે છે.

આઠ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી થાય છે. લાભ

આઠ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી રાહુ, કેતુ અને શનિ દોષમાંથી મુક્તિ મળે છે. મતલબ કે જે લોકો શનિની સાડાસાતી અને ઢૈય્યાના પ્રભાવમાં છે તેઓ આઠ મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે.  જ્યારે રાહુ અને કેતુ વ્યક્તિની કુંડળીમાં અશુભ હોય તેમજ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો તે આઠ મુખી રુદ્રાક્ષ પણ ધારણ કરી શકે છે. આઠ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ધન અને સમૃદ્ધિ આવે છે.  ઉપરાંત, જો તમે શેર બજાર અથવા કોઈપણ પ્રકારની આયાત-નિકાસ સાથે સંબંધિત કાર્ય કરો છો તો તમે અષ્ટમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકો છો.

અષ્ટમુખી રુદ્રાક્ષ કેવી રીતે ધારણ કરવું

અષ્ટમુખી રુદ્રાક્ષ ગળામાં પહેરી શકાય. તેમજ સોમવારે તેને ધારણ કરવું શુભ રહેશે. સૌપ્રથમ રૂદ્રાક્ષને ગાયના કાચા દૂધ અને ગંગાજળથી શુદ્ધ કરો અને પછી શિવલિંગને સ્પર્શ કરીને ધારણ કરવું જોઈએ. 

રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા કરો આ મંત્રોનો જાપ...

શિવ પુરાણ મુજબ - ऊं हुं नमः।
પદ્મ પુરાણ મુજબ - ऊं सः हुं नमः।
સ્કંદપુરાણ મુજબ - ऊं कं वं नमः।

ડિસક્લેમર:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું

Related News

Icon