Home / Religion : This zodiac sign will have a peaceful day in their life.

21 ફેબ્રુઆરી 2025, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જીવનમાં રહેશે શાંતિભર્યો દિવસ  

21 ફેબ્રુઆરી 2025, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જીવનમાં રહેશે શાંતિભર્યો દિવસ  

મેષ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વૃષભ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. રાજકીય-સરકારી કામકાજ થઈ શકે.

મિથુન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.

કર્ક : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-ખર્ચ અનુભવાય.

સિંહ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષની ચિંતા અનુભવાય.

કન્યા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ મળી રહે.

તુલા : આપના કામકાજની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં વ્યસ્ત રહેવાનું બને. બેંકના, શેરોના કામમાં સાનુકૂળતા રહે.

વૃશ્ચિક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.

ધન : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાંણાભીડ રહે.

મકર : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.

કુંભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. કામકાજ અંગેની વ્યસ્તતા રહે.

મીન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકર વર્ગ આપને મદદરૂપ થાય.

Related News

Icon