
ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન શ્રી ગણેશનો જન્મ ચતુર્થી તિથિએ થયો હતો, તેથી શ્રી ગણેશ આ તિથિના સ્વામી છે. આ તિથિએ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડરના બંને પખવાડિયાની ચતુર્થી તારીખે ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે.
આ પણ વાંચો: વર્ષ 2025માં આ દિવસે છે 'સરસ્વતી પૂજા', જાણો ચોક્કસ તારીખ, શુભ મુહૂર્ત અને મહત્ત્વ
શુક્લ પક્ષની ચતુર્થી તિથિને વિનાયકી અને કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. ચાલો જાણીએ વર્ષ 2025માં વિનાયકી અને સંકષ્ટી ચતુર્થીનું વ્રત ક્યારે મનાવવામાં આવશે.
જાન્યુઆરી 2025ની ચતુર્થી તિથિ
- 3મી જાન્યુઆરી, શુક્રવાર- વિનાયકી ચતુર્થી
- 17મી જાન્યુઆરી, શુક્રવાર- સંકષ્ટી ચતુર્થી (તિલ ચોથ)
ફેબ્રુઆરી 2025ની ચતુર્થી તિથિ
- 1લી ફેબ્રુઆરી, શનિવાર- વિનાયકી ચતુર્થી (તિલકુંડ ચોથ)
- 16મી ફેબ્રુઆરી, રવિવાર- સંકષ્ટી ચતુર્થી
માર્ચ 2025ની ચતુર્થી તિથિ
- 3મી માર્ચ, સોમવાર- વિનાયકી ચતુર્થી
- 17મી માર્ચ, સોમવાર- સંકષ્ટી ચતુર્થી
એપ્રિલ 2025ની ચતુર્થી તિથિ
- 1લી એપ્રિલ, મંગળવાર- વિનાયકી ચતુર્થી (અંગારક ચોથ)
- 16મી એપ્રિલ, બુધવાર - સંકષ્ટી ચતુર્થી
મે 2025ની ચતુર્થી તિથિ
- 1લી મે, ગુરુવાર- વિનાયકી ચતુર્થી
- 16મી મે, શુક્રવાર - સંકષ્ટી ચતુર્થી
- 30મી મે, શુક્રવાર - વિનાયકી ચતુર્થી
જૂન 2025ની ચતુર્થી તિથિ
- 14મી જૂન, શનિવાર- સંકષ્ટી ચતુર્થી
- 28મી જૂન, શનિવાર- વિનાયકી ચતુર્થી
જુલાઈ 2025ની ચતુર્થી તિથી
- 14મી જુલાઈ, સોમવાર- સંકષ્ટી ચતુર્થી
- 28મી જુલાઈ, સોમવાર- વિનાયકી ચતુર્થી (દુર્વા ગણપતિ વ્રત)
ઓગસ્ટ 2025ની ચતુર્થી તિથિ
- 12મી ઓગસ્ટ, મંગળવાર- સંકષ્ટી ચતુર્થી (અંગારક ગણેશ ચોથ)
- 27મી ઓગસ્ટ, બુધવાર- વિનાયકી ચતુર્થી (ગણેશ ઉત્સવ શરૂ)
સપ્ટેમ્બર 2025ની ચતુર્થી તિથિ
- 10મી સપ્ટેમ્બર, બુધવાર- સંકષ્ટી ચતુર્થી
- 25મી સપ્ટેમ્બર, ગુરુવાર- વિનાયકી ચતુર્થી
ઓક્ટોબર 2025ની ચતુર્થી તિથિ
- 10મી ઓક્ટોબર, શુક્રવાર- સંકષ્ટી ચતુર્થી (કરવા ચોથ)
- 25મી ઓક્ટોબર, શનિવાર - વિનાયકી ચતુર્થી
નવેમ્બર 2025ની ચતુર્થી તિથી
- 8મી નવેમ્બર, શનિવાર- સંકષ્ટી ચતુર્થી
- 24મી નવેમ્બર, સોમવાર- વિનાયકી ચતુર્થી
ડિસેમ્બર 2025ની ચતુર્થી તિથિ
- 8મી ડિસેમ્બર, સોમવાર- સંકષ્ટી ચતુર્થી
- 23મી ડિસેમ્બર, મંગળવાર- વિનાયકી ચતુર્થી (અંગારક ગણેશ ચોથ)
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.