
સમશાનમાં જયારે મહર્ષિ દધીચિના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તો એમના પત્નિ વિયોગ સહન ના કરી શક્યા અને પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના ત્રણ વર્ષના પુત્રને મુકી ને સળગતી ચિતામાં બેસીને સતી થઈ ગયા પીપળાના ઝાડ નીચે ભુખથી રડતુ બાળક પીપળાના નીચે પડેલા પાન, ને ફળ ખાઈને દિવસો પસાર કરવા લાગ્યુ અને ધીમે ધીમે પીપળાને જ ઘર માની ને મોટુ થવા લાગ્યો,એક દિવસ દેવર્ષિ નારદ ત્યાથી નીકળ્યા, અને બાળકને પુછ્યુ તુ કોણ છો? બાળક કહે એ જ તો હુ જાણવા માંગુ છુ
નારદજી: તારા માતા પિતા કોણ છે?
બાળક કહે એ પણ ખબર નથી, તમે મને કૃપા કરી ને બતાવો ત્યારે નારદજી એ ધ્યાન ધરી ને કહ્યુ કે બાળક તુ મહાન દાનવીર મહર્ષિ દધીચિનો પુત્ર છો તારા પિતાની અસ્થીમાંથી જ વ્રજ બનાવીને દેવોએ અસુરો પર વિજય મેળવ્યો હતો તારા પિતાનુ 31 વર્ષની ઉંમરમાં મૃત્યુ થયુ હતુ,
બાળક : મારા પિતાની મૃત્યુનું કારણ શું હતુ?
નારદજી: તારા પિતા પર શનિદેવની મહાદશા હતી જે પણ કઈ તારી સાથે થયુ તે શનિદેવની મહાદશાને કારણે થયુ છે. નારદજીએ બાળકનું નામ પીપ્લાદ રાખીને જતા રહ્યા પીપ્લાદે નારદજીના કહેવા પ્રમાણે બ્રહ્માજીનું ઘોર તપ કર્યુ બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યુ પિપ્લાદે પોતાની દ્રષ્ટીથી કોઈ પણ ને ભસ્મીભુત કરવાની શક્તિ માંગી
હવે વરદાન મળ્યા પછી તરત પિપ્લાદે શનિદેવનું આહ્વવાન કરીને બોલાવ્યા અને પોતાની દ્રષ્ટીથી ભષ્મ કરવાનું ચાલુ કર્યુ.
બ્રહ્માંડમાં હાહાકાર થઇ ગયો. સુર્ય પોતાના પુત્રને સળગતા જોઇ બ્રહ્માજી પાસે ગયા, ત્યારે બ્રહ્માજીએ આવીને બાળકને સમજાવ્યું, અને બીજા બે વરદાન માંગવા કહ્યુ ત્યારે બાળકે શનિદેવને મુક્ત કર્યા
અને પહેલુ વરદાન માગ્યુ કે કોઈ પણ બાળકના જન્મ પછી પાંચ વર્ષ સુધી બાળકની કુંડલીમાં શનિ કોઈ પણ રીતે અસર ના કરવો જોઈએ જેથી કરીને મારી જેમ બીજા દુખી ના થાય
બીજુ મને પીપળાના ઝાડે જ મોટો કર્યો છે એટલે જે કોઈ સુર્યોદય પહેલા પીપળાના ઝાડને પાણી ચઢાવશે તેને શનિની મહાદશાની અસર નહી થાય બહ્માજીએ તથાસ્તુ કહ્યુ
પિપ્લાદે પોતાના બ્રહ્મદંડથી શનિદેવના પગ પર વાર કર્યો અને મુક્ત કર્યા ત્યારથી શનિદેવની ચાલ ધીમી થઈ ને
" શનૈ: ચરતિ ય: શનૈશ્ર્વર: " જે ધીમે ચાલે છે તે શનેશ્ર્વર કહેવાયા અને આગને લીધે તેમનું શરીર કાળુ થઈ ગયુ, શનિદેવની કાળી મૂર્તિ અને પીપળાની પુજાનો ધાર્મિક હેતુ આ છે. આગળ જઈ ને પિપ્પ્લાદે ઉ પનિષદની રચના કરી જે આજે પણ જ્ઞાનનો ભંડાર મનાય છે, પીપળો 24 કલાક ઓક્સિજન, પ્રાણવાયુ આપે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.