
Botad news: બોટાદ શહેરમાં એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવેલા ઝમરાળા ગામના શખ્સને વધુ તપાસ અને પૂછપરછ માટે એસઓજીએ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
મળતી વિગતો અનુસાર, બોટાદ શહેરમાં ગત રોજ એલસીબીએ ઝમરાળા ગામના ચંદ્રભાણ ઉર્ફે ઉદયને 13 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો.પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપીએ ડ્રગ્સ અંગે ખુલાસો કર્યો હતો. કોર્ટે આરોપીને 25થી 28 મે સુધીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.આ દરમ્યાન આરોપીએ અમદાવાદ શહેરમાં આવેલા સરખેજ-ગાંધીનગર હાઈવે પરથી એમડી ડ્રગ્સ લાવ્યાનું રિમાન્ડમાં કબૂલ્યું હતું. જો કે, અમદાવાદથી આ ડ્રગ્સનો જથ્થો કેટલો લાવ્યો અને કોને આપવાનો હતો તેની પોલીસે તપાસ શરૂ કરી હતી.