
Sabarkantha news: સાબરકાંઠા જિલ્લામાં આવેલા ખેડબ્રહ્મામાં હળાહળ કળિયુગનું જીવતું ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં ઘઉં લઈ જવા મુદ્દે ઝઘડો થયા બાદ ભાઈએ જ ભાઈની કરપીણ હત્યા નિપજાવી છે. જેથી પોલીસે હત્યારા ભાઈ સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે.
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં સગા ભાઈએ જ ભાઈને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. નજીવા મુદ્દે ઝઘડો ઉગ્ર બનતા ભાઈ જ ભાઈનો હત્યા બન્યાનું સામે આવ્યું છે. જેમાં ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારમાં 12 મણ ઘઉં ચોરીને લઈ જતા બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. જે વધુ ઉગ્ર બનતા આખરે આરોપી નવજી ધનાભાઈ ગમાર ઉંમર 45 વર્ષ તેને પોતાના ભાઈની હત્યા કરી નાંખી હતી. જે અંગે પોલીસને જાણ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી સામે BNS કલમ 103. (1), 115 (2), જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસ આરોપી ભાઈને ખેડબ્રહ્મા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે.