
Reserve Bank of India એ ગઈકાલે 9 એપ્રિલના રોજ Repo Rateમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ નવા ઘટાડા બાદ Repo Rate હવે 6.25 ટકાથી ઘટી 6.00 ટકા થયો છે. RBI દ્વારા Repo Rate ઘટ્યા બાદ દેશની ચાર સરકારી Bank એ લોનના વ્યાજદરોમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો છે. Punjab National Bank અને Indian Bank એ ગઈકાલે મોડી સાંજે વ્યાજના દરોમાં ઘટાડાની જાહેરાત કરી હતી. Bank of India અને યુકો UCO Bank એ પણ લોનના EMIનો બોજો હળવો કરતાં વ્યાજના દરો ઘટાડવાની જાહેરાત કરી હતી.
11 એપ્રિલથી લાગુ થશે નવા વ્યાજદર
સરકારી Bankના વ્યાજદરનો ઘટાડાનો લાભ વર્તમાન અને નવા ગ્રાહકોને મળશે. અન્ય Bank પણ ટૂંક સમયમાં વ્યાજના દરો ઘટાડવાનું શરૂ કરશે. Indian Bank એ રેપો આધારિત લોન રેટ (RBLR) 9.05 ટકા (35 બેઝિસ પોઈન્ટ) ઘટાડી 8.70 ટકા કર્યો છે. જેનો અમલ 11 એપ્રિલથી લાગુ થશે. જ્યારે PNB અને BOIના નવા વ્યાજદર આજે ગુરૂવાર 10 એપ્રિલથી લાગુ થશે. સરકારી Bank એ ગઈકાલે સ્ટોક એક્સચેન્જીસ પર આ અંગે માહિતી આપી હતી.
PNBનો વ્યાજદર 8.85 ટકા થયો
PNB એ ગુરૂવારે રેપો આધારિત લોન રેટ 9.10 ટકાથી 0.25 ટકા ઘટાડી 8.85 ટકા કર્યો છે. BOI એ પણ RBLRમાં 0.25 ટકાનો ઘટાડો કરતાં નવો વ્યાજદર 8.85 ટકા થયો છે. જે પહેલાં 9.10 ટકા હતો. ઉલ્લેખનીય છે, RBI દ્વારા Repo Rate ઘટાડવામાં આવતાં લોનધારકોને ફાયદો થશે, જોકે, બીજી તરફ FDમાં રોકાણ કરતાં નવા ગ્રાહકોને તેનાથી નુકસાન થશે. Repo Rateના આધારે Bank FD પર મળતાં વ્યાજમાં ઘટાડો કરી શકે છે. જોકે, ડિપોઝિટના ઘટતા પ્રમાણને ધ્યાનમાં લેતાં Bank FD પર વ્યાજદર ઘટાડે છે કે નહીં, તે જોવાનું રહેશે.