
Seema Haider: ધરતી પરનું સ્વર્ગ એટલે કાશ્મીર પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સ્વર્ગ એટલે કે, પહલગામ આતંકવાદી હુમલાને લઈ દેશ-દુનિયામાં ચર્ચામાં છે. આ દરમ્યાન એકવાર ફરીથી સીમા હૈદર પણ ચારેબાજુ ચર્ચામાં છે. એકતરફ જ્યાં લોકો તેને પણ બીજા પાકિસ્તાનીઓની જેમ ભારતથી પાકિસ્તાન રવાના કરવાની માંગ કરી રહ્યા છે. તો બીજી બાજું સીમાને લઈ ઘણા દાવા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે, સીમાને 3 દિવસમાં ભારત છોડવા માટે સરકાર તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. જો કે, સીમા હૈદરના વકીલે આવા દાવાને ફગાવી દીધા છે. જેમાં એવું કહેવાયું છે કે, સીમાને દેશ છોડવાની નોટિસ મળવાનો દાવો એવા સમયે કરાયો છે જ્યારે સરકારે પાકિસ્તાની નાગરિકોના વીઝા રદ્દ કરતા તેઓને 48 કલાકમાં ભારત છોડવા કહેવાયું છે. સીમાની નાગરિકા માટે કાયદેસરની લડાઈ લડતા વકીલે કહ્યું કે, નોટિસ તો ત્યારે અપાય જયારે તે સંપર્કમાં ન હોય. તે જામીન આદેશની શરતોનું પાલન કરતા તેના એના સરનામા પર રહે છે. જે તેને કોર્ટમાં લખીને આપ્યું છે. કોર્ટની શરત છે કે, તે પોતાના સાસરીમાં જ રહેશે અને સ્થાન નહિ બદલે.
ફરીથી એવું પૂછવા અંગે કે શું દેશ છોડવાને લઈ કોઈ આદેશ અથવા નોટિસ સમીને અપાઈ છે કે, અધિકારીએ ચોખવટ કરી કે આ પ્રકારના દાવા ખોટા છે. સીમા હૈદરને કોઈપણ પ્રકારની નોટિસ નથી અપાઈ. સીમા અંગેનો મુદ્દો જ્વોઈન્ટ એટીએસ કરી રહી છે. સીમા હૈદરના તમામ દસ્તાવેજ એટીએસ પાસે છે. તેની નાગરિકતા માટે અરજી રાષ્ટ્રપતિ પાસે પડતર છે. આ અગાઉ પણ એક સરકારી અધિકારીએ નિવેદન આપીને કહ્યું હતું કે, સીમા હૈદરનો મામલો જુદો છે, તેનો કેસ કોર્ટની સામે વિચારાધીન છે.
પહલગામ આતંકવાદી હુમલા પછી સીમા હૈદરે સોશિયલ મીડિયાથી અંતર સાથે સંકળાયેલા સવાલના જવાબમાં એક અધિકારીએ જણાવ્યું કે, સીમાની એક દીકરી બીમાર છે, હોસ્પિટલમાં દાખલ છે, જેની સારસંભાળમાં તે રોકાયેલી છે. એક વાયરલ ક્લિપ હાલ જોવા મળી રહી છે જેમાં સીમા હાથ જોડીને કહી રહી છે કે તે પાકિસ્તાનની દીકરી છે અને ભારતની વહૂ અને તેને ભારતમાંથી ન કાઢવામાં આવે. સીમા આ હુલાને લઈ ખૂબ વ્યથિત છે. કારણ કે, તે પણ એક સનાતની છે અને પહલગામમાં સનાતનીઓની હત્યા થઈ છે. આતંકવાદીઓએ ધર્મ જોઈને હત્યા કરી હતી.