Home / Gujarat / Surat : Water filled Adarsh ​​Residential School in Sarthana

Surat News: સરથાણાની આદર્શ નિવાસી શાળામાં ભરાયું પાણી, 87 વિદ્યાર્થી સહિત 102નું કરાયું રેસ્કયુ

Surat News: સરથાણાની આદર્શ નિવાસી શાળામાં ભરાયું પાણી, 87 વિદ્યાર્થી સહિત 102નું કરાયું રેસ્કયુ

સુરતમાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે, ત્યારે આજ રોજ સુરતના પુણા વિસ્તારના સરથાણા જકાતનાકા ખાતે આવેલી આદર્શ નિવાસી શાળા(હોસ્ટેલ સાથેની સ્કુલ)માં વહેલી સવારે પાણી ભરાતા તત્કાલ સુરત મહાનગર પાલિકાની ફાયર વિભાગ ટીમ દ્વારા બોટની મદદથી ૮૭ વિદ્યાર્થીઓ અને ૧૫ સ્ટાફગણ મળીને કુલ ૧૦૨ અસરગ્રસ્તોને સલામત રીતે રેસ્કયુ કરાયા હતા. તેઓને સરથાણા ગામની શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સુરત શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ 

ચોમાસાની શરુઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે સુરત જીલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે, વહેલી સવારે સુરત શહેરમાં કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો બીજી તરફ ભારે વરસાદને પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી હતી 

જીલ્લામાં ૧૨ વાગ્યા સુધીમાં નોંધાયેલો વરસાદ 

સુરત  જીલ્લામાં 12 વાગ્યા સુધીમાં ઓલપાડમાં 27 મીમી, માંગરોળમાં 24 મીમી, ઉમરપાડામાં 87 મીમી, માંડવીમાં 81 મીમી, કામરેજમાં 62 મીમી, સુરત શહેરમાં 66 મીમી, ચોરાસીમાં 22 મીમી, પલસાણામાં ૪૧ મીમી, બારડોલીમાં 124 મીમી અને મહુવામાં 75 મીમી વરસાદ નોંધાયો હતો.


Icon