
ન્યૂઝ એજન્સી રોયટર્સનું એક્સ એકાઉન્ટ ભારતમાં બંધ થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર જાહેર થયેલી એક નોટિસમાં તેની જાણકારી આપવામાં આવી છે અને તેમાં લખ્યું છે કે, કાનૂની માંગને કારણે અકાઉન્ટ બંધ થયું છે. જો કે સરાકરી સૂત્રો પાસેથી કોઈ નવી કાનૂની માંગ ન કરાઈ હોવાનું સામે આવ્યું છે અને રોયટર્સના અકાઉન્ટને બંધ કરવા પાછળ એક્સ પાસેથી સ્પષ્ટતા માંગી છે. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન સેંકડો અકાઉન્ટની સાથે રોયટર્સનું પણ એક્સ એકાઉન્ટ બંધ કરવાની માંગ કરાઈ હતી, પણ ત્યારે ભારતમાં રોયટર્સના એકાઉન્ટને બંધ ન હતું કરવામાં આવ્યું.
સૂત્રો અનુસાર એલોન મસ્કના સ્વામિત્વવાળા એક્સએ આ અપીલ પર કાર્યવાહી કરી છે અને ભારતમાં રોયટર્સના એક્સ એકાઉન્ટને બંધ કરી દીધુ છે. જો કે આ મુદ્દે હવે સરકારે એક્સ પાસે આ પગલા લેવા અંગે સ્પષ્ટતા માંગી છે અને સાથે જ પ્રતિબંધ હટાવવા માટે પણ કહ્યું છે.