પ્રખ્યાત નાણાકીય લેખક રોબર્ટ કિયોસાકી, જેમણે રિચ ડેડ પુઅર ડેડ જેવા બેસ્ટસેલર પુસ્તકો લખ્યા છે, તેમણે ફરી એકવાર મોટા આર્થિક સંકટની ચેતવણી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે દરેક નવી કટોકટી પહેલા કરતા મોટી બની રહી છે કારણ કે વાસ્તવિક સમસ્યાઓ ક્યારેય ઉકેલાઈ નથી.

