
અજય દેવગન સ્ટારર ફિલ્મ 'રેડ'ની સફળતા પછી મેકર્સ ફિલ્મનું સિક્વલ 'રેડ 2' લઈને આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ ફિલ્મનું ટીઝર સામે આવ્યું હતું, જેને લોકોએ ખુબ પસંદ કર્યુ હતું. આજે મેકર્સએ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે. ફિલ્મ 'રેડ'ના સિક્વલમાં અજય દેવગન એક ઈમાનદાર ઇન્કમ ટેક્સ ઓફિસરના રૂપમાં દેખાશે. ત્યાં જ રિતેશ દેશમુખ આ ફિલ્મમાં ભ્રષ્ટ નેતાનું કેરેકટર પ્લે કરતા દેખાશે.
શું બનાવે છે ફિલ્મનું 'રેડ 2' નું ટ્રેલર ઇન્ટરેસ્ટિંગ?
રિતેશ દેશમુખનું કેરેક્ટર ખુબ દમદાર લાગી રહ્યું છે. ત્યાં જ સૌરભ શુક્લા જેલના કેદીના રૂપમાં દેખાઈ રહ્યા છે. સુપ્રિયા પાઠક વૃદ્ધ માતાનો રોલ કરતી દેખાશે. આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક પણ લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. દરેક સીનમાં કઈક સસ્પેન્સ છુપાયેલું હોય એવું લાગી રહ્યું છે. અજય દેવગન અને રિતેશ દેશમુખના વચ્ચે ચાલતી કોલ્ડ વોર જોવાની પણ ખુબ મજા આવશે. આ ફિલ્મમાં પણ વિલન, પોલીસ અને અધિકારીઓને ભટકવાનો પ્રયાસ કરતો દેખાશે. જ્યાંરે અંતમાં આ રેડમાં એક મોટી રકમ પકડાવાનો ટવિસ્ટ લોકોને ફિલ્મ જોવા માટે ખુબ એકસાઈટ કરી રહ્યો છે.
લોકોને ફિલ્મનું ટ્રેલર કર્યું ખુબ પસંદ
'રેડ 2' ફિલ્મનું ટ્રેલર રીલીઝ થતા જ ઓડિયન્સ વચ્ચે ખુબ વાયરલ થઇ ગયુ છે. જેના પર સોશિયલ મીડિયા યુઝર્સના ખુબ સારા રિસપોન્સ જોવા મળી રહ્યા છે. ટ્રેલરે દર્શકોનું દિલ જીતી લીધું છે. હવે લોકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ક્યારે થાય છે ફિલ્મ 'રેડ 2' રિલીઝ?
અજય દેવગનની 'રેડ 2' માં ઈલીયાના ડીકૃઝની જગ્યાએ આ વખતે ફિલ્મની હિરોઈન તરીકે વાણી કપૂર દેખાશે. ફિલ્મનું ડાયરેકશન રાજ કુમાર ગુપ્તાએ કર્યું છે. ભૂષણ કુમાર ફિલ્મના પ્રોડ્યુસર છે. ફિલ્મ 1 મે, 2025એ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
https://twitter.com/ajaydevgn/status/1909514455580361053