Home / India : India's most dangerous rocket launcher is ready,will give a befitting reply to the enemy country

ભારતના સૌથી ખતરનાક રોકેટ લૉન્ચર થયા તૈયાર, યુદ્ધ સમયે દુશ્મન દેશને આપશે જડબાતોડ જવાબ 

ભારતના સૌથી ખતરનાક રોકેટ લૉન્ચર થયા તૈયાર, યુદ્ધ સમયે દુશ્મન દેશને આપશે જડબાતોડ જવાબ 

ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ સૌથી ખતરનાક રોકેટ લૉન્ચર પિનાકા MK3 તૈયાર કરી દીધું છે. આ રોકેટ 120 કિલોમીટર દૂર સુધીના ચોક્કસ ટાર્ગેટને પાડવામાં સક્ષમ છે. ટૂંક સમયમાં તેનું પરીક્ષણ શરુ થવાનું છે. આ સિસ્ટમ ભારતીય સેના માટે ગેમચેન્જર સાબિત થશે અને તે ચીન-પાકિસ્તાન જેવા પડોશી દેશોના લાંબા અંતરના હથિયારોને જવાબ આપશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું છે પિનાકા રૉકેટ?

પિનાકા MK3 એક મલ્ટી-બેરલ રૉકેટ લોન્ચર સિસ્ટમ છે. પુણે સ્થિત આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટે અન્ય પ્રયોગશાળાઓ સાથે મળીને આ રૉકેટ તૈયાર કર્યું છે. પિનાકા વેરિયન્ટ હેઠળ અત્યાર સુધીમાં કુલ ચાર રોકેટ લૉન્ચર કરાયા છે, તેમાંથી પિનાકા MK3 ખતરનાક રૉકેટ લોન્ચર છે. અગાઉના વેરિયન્ટની વાત કરીએ તો ભારત પાસે પિનાકા MK1 (40 કિમીની ટાર્ગેટ રેન્જ), MK2 (60-90 કિમીની ટાર્ગેટ રેન્જ) અને ગાઈડેડ પિનાકા (75-90 કિમીની ટાર્ગેટ રેન્જ) રોકેટ લોન્ચર છે, જોકે પિનાકા MK3 આ ત્રણેય કરતા અત્યાધુનિક અને 120 કિમી દૂર સુધીના ટાર્ગેટને પાડવાની ક્ષમતા ધરાવે છે.

પિનાકા MK3ની ખાસિયત

120 કિલોમીટરની રેન્જ ધરાવતા પિનાકા MK4ના આગળના ભાગમાં 250 કિલોનો વારહેડ છે, જે દુશ્મનના કમાન્ડ સેન્ટર અને લોજિસ્ટિક ઠેકાણાઓને સંપૂર્ણ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. તેનો 300 મીમીનો મોટો વ્યાસ છે. અત્યાધુનિક પિનાકામાં વધુ ઈંધણ અને અદ્યતન ગાઈડન્સ સિસ્ટમને સપોર્ટ કરવાની પણ ક્ષમતા છે. ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલા આ રૉકેટમાં નેવિગેશન અને કંટ્રોલ કિટ, લેજર-ગાયરો નેવિગેશન, માઈક્રોસ્ટ્રિપ એન્ટીના છે. વર્તમાન પિનાકા લૉન્ચરો સાથે કામ કરે છે, જેના કારણે વધુ ખર્ચ થતો નથી. પ્રત્યેક લૉન્ચરમાં 8 ગાઈડેડ રૉકેટ હોય છે, જે 44 સેકન્ટરમાં 700x500 મીટર વિસ્તારને નષ્ટ કરી શકે છે.

પિનાકા MK3ની અન્ય માહિતી

સોલર ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા લિમિટેડની સહાયક કંપની ઇકોનોમિક એક્સપ્લોઝિવ લિમિટેડે (EEL) પિનાકા MK3ના પ્રી-પ્રોડક્શન યુનિટ્સ બનાવાયા છે. ટૂંક સમયમાં તેનો વિકાસ અને ઉપયોગ અર્થે પરીક્ષણ શરૂ કરવામાં આવશે. તેની રેન્જ, ચોક્કસ ટાર્ગેટ, સ્થિરતા અને સેલ્વો મોડમાં ફાયરિંગ રેટ તપાસ માટે 12 રૉકેટ્સનું ટેસ્ટિંગ કરાશે. આ પહેલા પિનાકા MK1 અને ગાઈડેડ પિનાકા રૉકેટ લોન્ચરનું 2020 અને 2021માં સફળ ટેસ્ટિંગ કરાયું હતું.

 

Related News

Icon