રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પાર્થિવ દેહના આજે અંતિમ સંસ્કાર થવાના છે, ત્યારે વિજય રૂપાણીના મિત્ર અને ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરીએ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓએ કહ્યું કે, બે દિવસ પહેલા તેમની ટિકિટ બુક થઈ હતી,પરંતુ લુધિયાણાની ચૂંટણીના કારણે તેમણે ટિકિટ એક્સેટન્ડ કરી હતી.વિજય રૂપાણી 12 તારીખે લંડન જવા નીકળ્યા હતા, પરંતુ કમનસીબ ઘટના બની છે.તેઓના નિધનથી હજુ સમગ્ર રાજકોટ સ્તબ્ધ છે.
60 વર્ષ જૂના મિત્રએ જૂની વાતોને કરી યાદ
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના 60વર્ષ જૂના મિત્ર મહેશ મહેતાએ તેમના સાથેના યાદગાણ ક્ષણોને યાદ કરી હતી. તેમણે જીએસટીવી સાથે વાત કરતાં જણાવ્યું કે હું અને વિજયભાઈ ઘણા વર્ષોથી શ્રેષ્ઠ મિત્રો રહ્યા છીએ. અમારી શાળા અને કોલેજના દિવસો હજુ પણ મારા મનમાં તાજા છે.તેમને વિજયભાઈ સાથેની છેલ્લી મુલાકાત વિડીયો કોલ પર થઈ હતી, જ્યારે તેઓ એરપોર્ટ પર હતા. વિજયભાઈ સાથે વાતચીત કરવાથી જૂના દિવસોની યાદો જીવી ઉઠતી અમે બંનેએ અમાણાં બાળપણના અને શાળા સમયના ઘણા મજેદાર ક્ષણો યાદ કર્યા હતા...
વિજયભાઈ મુખ્યમંત્રી હોવા છતાં સીએમ પ્રોટોકોલ તોડી સીધા હોસ્પિટલ ખાતે પહોંચ્યા
રાજકોટના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ વિજયભાઈ રૂપાણીને લઇ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ સહેજમાં લોકો સાથે જોડાયેલા રહેતા. કમલેશ મીરાણીએ યાદ કરતા જણાવ્યું કે તેમના દીકરાના અકસ્માત સમયે વિજયભાઈ મુખ્યમંત્રી હોવા છતાં સીએમ પ્રોટોકોલ તોડી સીધા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને સામાન્ય માણસની જેમ તેમના સાથે ઉભા રહ્યા હતા.
મેં વિજયભાઈની કારકિર્દીને નજીકથી જોઈ
વિજયભાઈ રૂપાણી સાથેના સ્મરણો રાજુભાઈ ધ્રુવે વાગોળ્યા હતા. તેમણે કહ્યું કે વિજયભાઈની કારકિર્દી રાજુ ધ્રુવે નજીકથી જોઈ છે,રાજુભાઈ ધ્રુવ ભાજપના જૂના નેતા અને હાલ સૌરાષ્ટ્રના પ્રવક્તા છે. વિજયભાઈની રાજકારણમાં એન્ટ્રીથી લઈ ઇમરજન્સી સમયે સૌથી નાની વયમાં જેલ વાસ ભોગવવા સુધી અને ત્યારબાદ મુખ્યમંત્રી સુધીના સફર યાદ કર્યા હતા.