Home / World : Russia strikes Ukraine with 479 drones and 20 missiles

રશિયાએ યુક્રેન પર કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, 479 ડ્રોન અને 20 મિસાઈલથી તૂટી પડ્યું

રશિયાએ યુક્રેન પર કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, 479 ડ્રોન અને 20 મિસાઈલથી તૂટી પડ્યું

Russia Drone Attacks: રશિયા અને યુક્રેનની વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં ગઈ કાલે રાત યુક્રેન માટે ખૂબ જ ભયાનક રહી હતી. જ્યારે રશિયાએ યુક્રેન પર 479 ડ્રોન અને 20 મિસાઈલો દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. યુક્રેની વાયુસેનાએ કહ્યું કે, આ હુમલામાં ખાસ કરીને દેશના મધ્ય અને પશ્ચિમ વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા યુક્રેને રશિયાની એરબસને નિશાન બનાવી હતી, અને ત્યાર બાદ કરવામાં આવેલો આ સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યુક્રેનની વાયુસેનાએ દાવો કર્યો છે કે, તેમાંથી 277 ડ્રોન અને 19 મિસાઈલોને હવામાં જ તોડીને નષ્ટ કરવામાં આવી હતી. યુક્રેનના દાવા મુજબ 10 ડ્રોન અને મિસાઈલો પોતાના લક્ષ્ય સુધી પહોંચી શક્યા હતા. હુમલામાં એક શખ્સ ઘાયલ થયો છે. જો કે,યુક્રેનના દાવાની કોઈ પણ રીતે પુષ્ટિ કરવામાં આવી નથી.

યુક્રેનને બચવા માટે એર ડિફેન્સની જરૂરિયાત

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે, પૂર્વ અને ઉત્તર - પૂર્વ મોર્ચો પર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે. જો કે તેમણે રશિયા દ્વારા થઈ રહેલા હુમલાથી થતાં નુકસાન અંગે વધુ માહિતી નહોતી આપી. યુક્રેનને તેના પશ્ચિમી સહયોગીથી, ખાસ કરીને એર ડિફેન્સ સિસ્ટમની જરૂરિયાત છે, પરંતુ અમેરિકાની નીતિને લઈને અનિશ્ચિતતાના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

પુતિનની સેનાએ યુક્રેની મિસાઈલોને તોડી પાડ્યાનો દાવો

આ દરમિયાન રશિયાએ એવો પણ દાવો કર્યો હતો કે, તેમણે તેમના પ્રદેશના સાત ભાગમાં 49 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા છે. રશિયાના વોરોનેઝ વિસ્તારમાં 25 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. જેના કારણે ગેસ પાઈપલાઈનને નુકસાન પહોંચ્યું અને ત્યા આગ લાગી ગઈ હતી. બે યુક્રેનિયન ડ્રોન મોસ્કોથી 600 કિલોમીટર પૂર્વમાં સ્થિત રશિયન પ્રદેશ ચુવાશિયામાં પરમાણુ પ્લાન્ટ નજીક હુમલો કર્યો હતો

Related News

Icon