Home / World : Russia retaliated, wreaking havoc by attacking Ukraine with drones

રશિયાએ લીધો બદલો, યુક્રેન પર ડ્રોન, ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કરી વરસાવ્યો કહેર 

રશિયાએ લીધો બદલો, યુક્રેન પર ડ્રોન, ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કરી વરસાવ્યો કહેર 

Russia vs Ukrain War Updates : રશિયાએ યુક્રેનના ઓપરેશન સ્પાઈડર વેબનો જડબાતોડ જવાબ આપ્યો છે. રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યો છે, જેમાં અનેક દિશાઓમાંથી બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન વડે ભયાનક હુમલો કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આ હુમલો વ્યૂહાત્મક રીતે સંકલિત હતો અને રશિયાએ એકસાથે અનેક ટારગેટને નિશાન બનાવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યુક્રેનની સેનાએ આપી માહિતી 
અહેવાલ મુજબ, યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું હતું કે રશિયાએ બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન દ્વારા અનેક દિશાઓથી યુક્રેન પર હુમલો કર્યો છે. વાયુસેનાએ આ માહિતી તેની સત્તાવાર ટેલિગ્રામ ચેનલ પર શેર કરી છે. હુમલા દરમિયાન રાજધાની કિવમાં અનેક સ્થળોએ વિસ્ફોટ અને આગ લાગવાની ઘટનાઓ બની હતી.

રહેણાંક વિસ્તારોમાં હુમલો કરાયાનો દાવો 
કિવ સિટી મિલિટરી એડમિનિસ્ટ્રેશનના ચીફ તૈમૂર ટાકાચેન્કોના જણાવ્યા અનુસાર, કાટમાળ પડવા અને ડ્રોન હુમલાને કારણે અનેક ઇમારતોમાં આગ લાગી હતી. ટાકાચેન્કોએ આરોપ લગાવ્યો હતો કે રશિયાએ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા, જેના કારણે સોલોમ્યાન્સ્કી જિલ્લામાં એક બહુમાળી ઇમારતને નુકસાન થયું હતું.

લોકોને શેલ્ટર હોમમાં રહેવાની અપીલ
આ દરમિયાન કિવના મેયર વિટાલી ક્લિત્સ્કોએ પણ હોલોસિવેસ્કી અને ડાર્નિટસ્કી જિલ્લામાં આગની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે રાજધાનીના ઓબોલોન ક્ષેત્રમાં યુક્રેનિયન વાયુ સંરક્ષણ પ્રણાલી સક્રિય કરવામાં આવી છે. ક્લિટ્સ્કોએ ટેલિગ્રામ પર ચેતવણી જારી કરીને કહ્યું કે રાજધાની પર હુમલો ચાલુ છે. શેલ્ટર હોમમાં રહો અને સતર્ક રહો.

યુક્રેને રશિયા પર મોટો હુમલો કર્યો હતો
ઉલ્લેખનીય છે કે યુક્રેનના વિશેષ દળોએ તાજેતરમાં રશિયા પર ઝડપી હવાઈ હુમલો કર્યો હતો. યુક્રેને રશિયન હવાઈ મથકોને નિશાન બનાવ્યા હતા અને જમીન પર 41 રશિયન બોમ્બર વિમાનોનો નાશ કર્યો હતો. અંદાજ મુજબ, યુક્રેનના ડ્રોન હુમલાથી રશિયાના બોમ્બરના કાફલામાં સામેલ  TU-95, TU-22 અને A-50 એર રડારને 30 ટકાથી વધુ નુકસાન થયું હતું. હવે રશિયાએ પોતાના નુકસાનનો બદલો લીધો છે. 

 

Related News

Icon