Sabarkantha News: સાબરકાંઠામાં વડાલીના સગરવાસમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આર્થિક સંકળામણના કારણે શનિવારે (12મી એપ્રિલ) ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવાની ગંભીર અસરથી પતિ-પત્ની અને બે બાળકોનાં મોત થયા હતા. જ્યારે દીકરીની ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ કેસમાં પોલીસે ભદ્રરાજ ચૌહાણ નામના આરોપી કરી ધરપકડ કરી છે. નોંધનીય છે કે, પોલીસે કુલ બે આરોપીઓ સામે દુષપ્રેરણની ફરિયાદ નોંધી છે.

