
Sabarkantha News: ગુજરાતમાંથી સતત હનીટ્રેપની ઘટના સામે આવી રહી છે. એવામાં સાબરકાંઠામાંથી હનીટ્રેપનો મામલો સામે આવી છે. જેમાં પોતાની પત્નીનો પ્રેમ છોડી અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધવો ઇડરના નિવૃત્ત શિક્ષકને ભારે પડ્યો છે. ઓનલાઇન ક્વેક ક્વેક ડેટિંગ એપથી ઈડરના રતનપુરના નિવૃત્ત શિક્ષકે યુવતી સાથે સંપર્ક બાંધ્યો હતો.
નિવૃત્ત શિક્ષક સાથે ચેટિંગમાં પ્રેમ કર્યા બાદ મુલાકાત માટે અમદાવાદ બોલાવ્યા
ઈડરના મણિયાર ગામની અને હાલ અમદાવાદના નરોડા ખાતે રહેતી માતા-પુત્રીએ નિવૃત્ત શિક્ષક સાથે ઓનલાઈન ચેટિંગમાં પ્રેમ કર્યા બાદ મુલાકાત માટે અમદાવાદ બોલાવ્યા હતા. ત્યાં મુલાકાત દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચની ખોટી ઓળખાણ આપી યુવતીની ગેંગના એક ઈસમે નિવૃત શિક્ષકને દબોચી લઈ રૂપિયા ૧૫ લાખની માંગણી કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી 15 લાખ માંગ્યા
જોકે શિક્ષકે 15 લાખની બદલે એક લાખ પંદર હજાર રૂપિયા આપી અમદાવાદમાંથી નીકળવામાં સફળ રહ્યો હતો. બાદમાં પોલીસ ફરિયાદ દાખલ કરાતા નિવૃત્ત શિક્ષકને ફસાવનાર હનીટ્રેપ ગેંગના સાત પૈકી છ લોકોને જેલમાં સળિયા પાછળ ધકેલાયા છે.