Home / Gujarat / Sabarkantha : BZ scam: Investors file plea to release Bhupendrasinh Zala on bail

BZ કૌભાંડ: ભુપેન્દ્રસિંહ ઝાલાને જામીન પર મુક્ત કરવા રોકાણકારોએ આપ્યું આવેદનપત્ર, કહ્યું ‘કોઈ છેતરપિંડી નથી થઈ’

BZ કૌભાંડ: ભુપેન્દ્રસિંહ ઝાલાને જામીન પર મુક્ત કરવા રોકાણકારોએ આપ્યું આવેદનપત્ર, કહ્યું ‘કોઈ છેતરપિંડી નથી થઈ’

BZ કૌભાંડ: સાબરકાંઠા જિલ્લામાં ચકચારી BZ કૌભાંડનો મુખ્ય આરોપી અને CEO ભુપેન્દ્રસિંહ ઝાલા હાલ જેલહવાલે છે ત્યારે હવે BZ કંપનીમાં રોકાણ કરનાર રોકાણકર્તાઓ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભુપેન્દ્રસિંહ ઝાલાને નાણાં પરત આપવાની શરતે વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રોકાણકારોએ જણાવ્યું હતું કે, “નવેમ્બર 2024 સુધી તેમને વળતર સમયસર મળતું હતું અને આજે પણ તેમનું રોકાણ સલામત છે તથા તેમની સાથે કોઈ છેતરપિંડી થઈ નથી. ભુપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ કોઈ ફરિયાદ પણ નથી.”

આવેદનપત્રમાં લોકોએ જણાવ્યું હતું કે, “સરકારને BZના રોકાણકારોની ખરેખર ચિંતા હોય અને લોકોને નાણાં જલ્દી મળે તેવું ઇચ્છતી હોય તો નાણા પરત આપવાની શરતે ભુપેન્દ્રસિંહ ઝાલાને વચગાળાના જામીન ઉપર જેલ મુક્ત કરવામાં આવે.”

BZ ગ્રુપ કૌભાંડ શું છે?

ગુજરાતમાં BZ ગ્રુપ કૌભાંડ એક મોટું નાણાકીય કૌભાંડ છે જેમાં BZ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને BZ ગ્રુપ નામની કંપનીઓએ લોકોને બેંકો કરતાં વધુ વ્યાજ (લગભગ 7% માસિક અથવા 84% વાર્ષિક) અને ઊંચું રિટર્ન આપવાની લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું. આ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, જે BZ ગ્રુપનો CEO હતો. આ કંપનીએ એક પોન્ઝી સ્કીમ ચલાવી, જેમાં નવા રોકાણકારોના પૈસામાંથી જૂના રોકાણકારોને વ્યાજ ચૂકવવામાં આવતું હતું.

શરૂઆતમાં આ કૌભાંડનું કદ 6,000 કરોડ રૂપિયાનું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ બાદ CID ક્રાઇમે જણાવ્યું કે ખરેખર આ રકમ લગભગ 172 કરોડ રૂપિયાની છે. આ રકમ 11,232 રોકાણકારો પાસેથી એકત્ર કરવામાં આવી હતી.

BZ ગ્રુપે ગુજરાત અને રાજસ્થાનમાં 17 શાખાઓ ખોલી હતી જેમાં પ્રાંતિજ, હિંમતનગર, વિજાપુર, પાલનપુર, રાયગઢ, ભિલોડા, ખેડબ્રહ્મા, ગાંધીનગર, રણાસણ, મોડાસા, માલપુર, લુણાવાડા, ગોધરા, બાયડ, વડોદરા, ડુંગરપુર (રાજસ્થાન), અને રાજુલા (અમરેલી) નો સમાવેશ થાય છે. આ શાખાઓ દ્વારા 3,000થી વધુ એજન્ટોનું નેટવર્ક બનાવવામાં આવ્યું હતું.

 

 

 

 

Related News

Icon