સાબરકાંઠામા ઈન્કમટેકસ વિભાગે ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનને 36 કરોડ રૂપિયાની નોટીસ ફટકારી છે. ઈડરના રતનપુર ગામમાં આવાસ યોજનામાં ઘર બનાવનારા પરિવારને 36 કરોડની નોટીસ મળતતા સમગ્ર પરિવાર અચંબિત થયો છે. ઈન્કમટેક્સ વિભાગે રૂબરૂ મુલાકાતમાં 36 કરોડ રૂપિયા ભરવા પણ જણાવાયુ છે. તો બીજી તરફ સમગ્ર પરિવાર પણ ચિંતામાં ગરકાવ થયો છે.

