ગુજરાતમાં દારુબંધી છે, તેમ છતાં અવાર-નવાર દારુ ઝડપાય છે, ત્યારે સાબરકાંઠા પોલીસ માટે શરમજનક ઘટના સામે આવી છે. હિંમતનગરના વાવડી ગામે રણચંડી બનેલી મહિલાઓએ દારૂના અડ્ડા ઉપર જનતા રેડ પાડી હતી. દારૂબંધ કરાવવા માટે અનેક રજૂઆતો છતાં પોલીસ દારૂ બંધ ન કરાવતા મહિલાઓએ રેડ પાડી હતી. મહિલાઓએ જ્યાં દારૂનો અડ્ડો હતો તે પતરાનો ગલ્લો ઊંધો પાડ્યો હતો.સાથે જ દારૂ ગાળવાનો સામાન તોડી નાખી સળગાવી દીધો હતો. દારૂની બદીથી વિફરેલી મહિલાઓએ રેડ કરતા બુટલેગરો ફરાર થઈ ગયા હતા.