Home / Auto-Tech : These are the five safest cars in India

Auto News : સેફ્ટી બની સૌથી મોટી પ્રાથમિકતા, આ છે ભારતની પાંચ સૌથી સુરક્ષિત કાર

Auto News : સેફ્ટી બની સૌથી મોટી પ્રાથમિકતા, આ છે ભારતની પાંચ સૌથી સુરક્ષિત કાર

હવે ભારતમાં વાહનોની સલામતી પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. સરકાર અને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી બંને આ દિશામાં ગંભીર બન્યા છે. આનું સૌથી મોટું ઉદાહરણ Bharat NCAP એટલે કે ભારત ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (Bharat NCAP) છે. જેને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા ડિસેમ્બર 2023માં શરૂ કરવામાં આવ્યો હતો. આ સરકાર દ્વારા શરૂ કરાયેલ ક્રેશ ટેસ્ટ પ્રોગ્રામ છે, જે નક્કી કરે છે કે પેસેન્જર વાહનો કેટલા સલામત છે. આ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં 17 વાહનોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી પાંચ સૌથી સુરક્ષિત વાહનોની યાદી બહાર આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Mahindra XEV 9e - કુલ 77 પોઈન્ટ સાથે ટોચ પર

મહિન્દ્રાની ઓલ-ઇલેક્ટ્રિક ફ્લેગશિપ SUV XEV 9e આ યાદીમાં પ્રથમ ક્રમે છે. મહિન્દ્રા XEV 9e એ તેની ડ્રાઇવિંગ રેન્જ, Performance, કિંમત અને સેફ્ટી ફીચર્સ કારણે બજારમાં હલચલ મચાવી છે. સેફ્ટીની દૃષ્ટિએ, તેને એડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શન (AOP)માં 32 માંથી 32 અને ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શન (COP)માં 49 માંથી 45 ગુણ મળ્યા છે.

આ કારને ડાયનામિક સ્કોર અને CRS ઇન્સ્ટોલેશન સ્કોરમાં પણ સૌથી વધુ ગુણ મળ્યા છે. જોકે, વાહન મૂલ્યાંકન સ્કોરમાં તે 4 પોઈન્ટ પાછળ રહી ગઈ. તેને સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ મળે છે અને ટોચના વેરિયન્ટમાં 7 એરબેગ્સ, લેવલ 2 ADAS, બધી સીટો પર 3-પોઇન્ટ સીટ બેલ્ટ, 360 ડિગ્રી કેમેરા જેવી ફીચર્સ છે.

Mahindra BE 6 - 76.97 પોઈન્ટ સાથે અત્યંત નજીક 

મહિન્દ્રા BE 6 સેફ્ટીની દૃષ્ટિએ XEV 9eથી થોડા જ પોઈન્ટ પાછળ રહી ગઈ. તેમાં લગભગ સમાન સેફ્ટી ફીચર્સ અને બેટરી પેક પણ છે. BE 6ને પુખ્ત સુરક્ષામાં 31.97/32 પોઈન્ટ અને બાળ સુરક્ષામાં 45/49 પોઈન્ટ મળ્યા છે. મહિન્દ્રા BE6માં ADAS લેવલ 2 પણ છે જે 5 રડાર અને વિઝન સિસ્ટમનો ઉપયોગ કરે છે.

Mahindra Thar Roxx - 76.09 પોઈન્ટમાં ત્રીજા ક્રમે

મહિન્દ્રાનું બીજું વાહન Thar Roxx આ યાદીમાં ત્રીજા નંબરે છે. આ ચાર-ડોરનું વર્ઝન છે અને પહેલાથી જ હાજર થ્રી-ડોર થાર પણ ખૂબ સફળ રહ્યું છે. થાર રોક્સે AOPમાં 31.09/32 અને COP માં 45/49 સ્કોર કર્યો છે. આ SUV 2-લિટર પેટ્રોલ અને 2.2-લિટર ડીઝલ એન્જિન સાથે આવે છે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ અથવા ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ છે.

Skoda Kylaq - 75.88 પોઈન્ટ અને સૌથી સુરક્ષિત કોમ્પેક્ટ SUV

સ્કોડાની કોમ્પેક્ટ એસયુવી Kylaq યાદીમાં ચોથા ક્રમે છે. તે એકમાત્ર વાહન છે જેમાં લેવલ 2 એડીએએસ નથી, છતાં તેણે સેફ્ટીના તમામ ફિઝિકલ પરિમાણોમાં સારું Performance કર્યું છે. Skoda Kylaqને AOPમાં 30.88/32 પોઈન્ટ અને COPમાં 45/49 પોઈન્ટ મળ્યા છે. તે સ્કોડાની પહેલી સબ-4 મીટર એસયુવી પણ છે.

Kia Syros - 74.63 પોઈન્ટ અને એકમાત્ર MPV

ભારતની ટોચની 5 સલામત કારની યાદીમાં Kia Syros એકમાત્ર MPV છે. આ કાર એ માન્યતાને તોડે છે કે MPV સલામત નથી. તેને AOPમાં 30.21/32 પોઈન્ટ અને COPમાં 44.42/49 પોઈન્ટ મળ્યા છે. તેનું 1 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન 118 bhp અને 172 Nm ટોર્ક આપે છે. જ્યારે 1.5 લિટર ડીઝલ એન્જિન 114 bhp અને 250 Nm ટોર્ક આપે છે.

Related News

Icon