
વડોદરામાં ચોમાસા પહેલા તંત્ર સાબદુ બન્યું છે. જેમાં ફાયર બ્રિગેડે ચોમાસાને લઇ તૈયારીઓ આરંભી દીધી છે. ફાયર બ્રિગેડે રેસ્ક્યુ માટેના સાધનોથી સજ્જ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ માટે 8 બોટ, ફ્લડ લાઈટ, લાઈફ જેકેટોની ખરીદી કરવામા આવી છે. આધુનિક રેસ્ક્યુ થ્રો બેગની પણ ખરીદી કરી છે. બીજી તરફ રાત્રે કામગીરી માટે જનરેટર કમ ફ્લડ લાઇડ ખરીદ્યા છે.
ગત ચોમાસામાં આવેલા પૂર પછી હવે કોર્પોરેશનનુ તંત્ર વધુ સતર્ક થઈ ગયુ છે. કોર્પોરેશને ૨૦૦ તરાપા મંગાવ્યા હતા. જે વિવિધ વોર્ડમાં ફાળવી દીધેલા છે. ત્યારે હવે ફાયર બ્રિગેડે રૂ.૩ કરોડના ખર્ચે નવી ૮ બોટ, ફ્લાડ લાઈટ, ટ્રી કટર, હાઈબીમ ટોર્ચ, મોસ્કીટો નેટ સહિતની ખરીદી કરી છે અને તે સાધન-સામગ્રી ફાયર બ્રિગેડને મળી જતા તંત્ર સજજ થઈ ગયુ છે. કોર્પોરેશને ૨૦૦ તરાપા વિવિધ વૉર્ડમાં આપી દીધા, ત્યારે ફાયર બ્રિગેડ પણ એક્ટિવ મોડમાં છે.