Home / Lifestyle / Relationship : Sahiyar: I haven't been able to satisfy my wife yet

Sahiyar: મુંઝવણ

Sahiyar: મુંઝવણ

- મારાં લગ્નને એક વરસ વીતી ગયું છે. હજી સુધી હું મારી પત્નીને સંતોષ આપી શક્યો નથી. એ પરાકાષ્ઠા અનુભવતી નથી. મને લાગે છે કે મારું શિશ્ન સહેજ વળેલું હોવાને કારણે આમ થયું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સવાલ:  હું એક શ્રીમંત વ્યવસાયી છું. બે પુત્રોનો પિતા છું. લગ્નને ૧૦ વર્ષ થયાં છે. એક વર્ષથી પત્નીને બ્રેસ્ટ કેન્સર છે. ઓપરેશન પછી તેનું એક સ્તન કાઢી નાખ્યું છે. આમ તો હવે તે સામાન્ય છે, પરંતુ મને તેનામાં હવે રસ રહ્યો નથી. તેની સાથે શારીરિક સંબંધની પણ ઇચ્છા થતી નથી. હજુ હું ૪૦ વર્ષનો જ છું અને ઘણો સ્માર્ટ છું. મારી ઇચ્છા છે કે પત્નીને છૂટાછેડા આપી બીજાં લગ્ન કરું. મારા મિત્રો પણ મને લગ્ન કરવાની સલાહ આપે છે. મારે શું કરવું જોઇએ. એક પુરુષ (વડોદરા)

જવાબ: તમારી પત્ની માત્ર તમારી જીવનસંગિની જ નથી, તમારા પુત્રોની માતા પણ છે. આવા સમયે તમારે તેની ઉપેક્ષા કરવી જોઇએ નહીં. પરંતુ તેને ભાવાત્મક ટેકો આપવો જોઇએ. પતિ-પત્ની એકબીજાનાં સુખનાં જ નહીં, દુ:ખનાં પણ સમાન સહભાગી હોય છે અને આ સમયે તેનો તમે ત્યાગ કરવાનું વિચારો છો એ બિલકુલ અયોગ્ય છે. આવી દુર્ભાવનાનો ત્યાગ કરી તેને ઘણો પ્રેમ આપો.

સવાલ:  અમારો એકનો એક પુત્ર ૧૫ વર્ષનો છે. થોડા મહિના પહેલાં તેનું અપહરણ કરાયું હતું અને ૩ દિવસ પછી અમે શહેરની બહારથી તેને શોધી કાઢ્યો હતો. તે ઘણો કમજોર થઇ ગયો હતો. ઘણી મુશ્કેલી પછી તે અમારામાંથી એકને ઓળખી શક્યો હતો. તેના આખા શરીર પર ઉઝરડા હતા અને તેનાં કપડાં પણ ફાટેલાં હતાં. તે ટેકા વિના ચાલી પણ શકતો નથી અને વિચાર્યું કે સારા ખોરાક અને દેખરેખ પછી તે બિલકુલ સારો થઇ જશે, પરંતુ હજુ સુધી પણ તેની હાલતમાં કશો સુધારો થયો નથી. તે અમારાથી છુપાતો રહે છે. અમારી સાથે નજર પણ મેળવતો નથી. પોતાની સાથે એકલો વાત કરતો રહે છે અને ઘણી મુશ્કેલી પછી સૂએ છે. અમે તેને કોઇ ડૉક્ટર પાસે લઇ જતાં ડરીએ છીએ. તેની સ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે.  એક પિતા (રાજકોટ)

જવાબ: અનેકવાર એવું બને છે કે યુવાન બાળકો અપરાધ પ્રવૃત્તિવાળા અપહરણ કરનારાઓના હાથમાં આવી ગયા પછી તેની દ્વારા કરાયેલા વર્તનનો શિકાર બને છે. અપહરણ કરનારાઓને ન તો નૈતિકતાની ભાવના હોય છે અને ન તો બીજાના વિશે કશું વિચારતા હોય છે. પૈસા માટે અથવા શારીરિક સુખ માટે બાળકો અને તમારા પુત્ર જેવા કિશોરોનાં અપહરણ કરતા હોય છે. તમે જે રીતે કહો છો કે તમારો પુત્ર આઘાતની હાલતમાં ફાટેલાં કપડાંમાં નીચે જમીન પર પડયો મળ્યો હતો. મને લાગે છે કે તેને ડરાવ્યા ધમકાવ્યા પછી તેની સાથે દુરાચાર કરાયો છે. માત્ર આવી સ્થિતિમાં જ તેને માનસિક સ્તરે આઘાત લાગી શકે છે. બની શકે છે કે તે અપરાધભાવનાથી પણ ત્રસ્ત હોય. માતા-પિતા હોવાના નાતે તમારે સાહસ કરીને અને હિંમત સાથે યોગ્ય માર્ગદર્શન માટે કોઇ મેંટલ હેલ્થ પ્રોફેશનલને બતાવવું જોઇએ. તેનામાં ડરવા જેવી કોઇ વાત નથી, પરંતુ ઇલાજ ન થવાથી બની શકે છે કે તેની આખી જિંદગી બરબાદ થઇ જશે. તમે હિંમત ભેગી કરી અને સમયસર ઇલાજ કરાવો અથવા તમારા પુત્રને કોઇ સારા ડૉક્ટર પાસે લઇ જાવ.

સવાલ : આપણા શરીરમાં શુક્રાણુંઓનું ઉત્પાદન કઇ રીતે થાય છે? શુક્રાણુઓ વિકસાવવા માટે શરીરને શેની જરૂર પડે છે? શુકાણુઓના ઉત્પાદનને કશી અસર ન થાય તે માટે શું છોડી દેવું જોઇએ તે જણાવશો? એક યુવક (જામનગર)

જવાબ : દરેક મિનિટે શરીરમાં હજારો શુક્રાણુઓનું ઉત્પાદન થાય છે અને પુરુષ જ્યારે પરાકાષ્ઠા અનુભવે છે ત્યારે પાંચથી દસ કરોડ શુક્રાણુઓનું સ્ખલન થાય છે. ગર્ભાધાન માટે માત્ર એક શુક્રાણુની જરૂર પડે છે. વૃષણમાં બે પ્રકારના કોષો હોય છે. એક હૉર્મોનનો સ્ત્રાવ કરે છે જે સીધે સીધો લોહીમાં ભળે છે અને તે ગૌણ જાતીય લક્ષણો અને કામેચ્છા માટે જવાબદાર છે. બીજા પ્રકારના કોષો શુક્રાણુઓનું ઉત્પાદન કરે છે, જે શુક્રનલિકા મારફત પ્રવાસ કરે છે અને પ્રોસ્ટેટ તથા વીર્યનાકોશિકાઓના સ્ત્રાવ સાથે વીર્યરૂપે બહાર આવે છે. વીર્યના કુલ જથ્થામાં શુક્રાણુઓનું યોગદાન માત્ર એક ટકા જેટલું હોય છે. આધુનિક ઔષધિ વિજ્ઞાાન માને છે કે શુક્રાણુઓ માટે ખાસ કશું લેવાની કે છોડી દેવાની જરૂર નથી. આખા શરીર માટે જે સારું છે તે શુક્રાણુઓના ઉત્પાદન માટે પણ સારું છે.

સવાલ : મારાં લગ્નને એક વરસ વીતી ગયું છે. હજી સુધી હું મારી પત્નીને સંતોષ આપી શક્યો નથી. એ પરાકાષ્ઠા અનુભવતી નથી. મને લાગે છે કે મારું શિશ્ન સહેજ વળેલું હોવાને કારણે આમ થયું છે. મને સંભોગ પહેલાં જ વીર્યસ્ખલન થઇ જાય છે. મારી પત્ની અને હું બન્ને હતાશ થઇ ગયાં છીએ. પત્ની ડૉક્ટરને મળવાની પણ ના પાડે છે. અમે બન્ને જાતીય જીવનમાં સંતોષ માણી શકીએ તે માટે મારે શું કરવું જોઇએ? એક પતિ (ચોટીલા)

જવાબ : શિશ્નનો થોડોક વળાંક બિલકુલ નોર્મલ ગણાય છે અને સ્ત્રીની પરાકાષ્ઠામાં તેનાથી કશો ફરક પડતો નથી. સંભોગ પહેલાં થનારા વીર્યસ્ખલનની સમસ્યા વજ્રોલી અને અશ્વિની મુદ્રા જેવાં યોગાસનોની મદદથી સહેલાઇથી ઉકેલી શકાશે. ત્યાં સુધી તમે આંગળી, જીભ, વાઇબ્રેટર વગેરેની મદદથી તમારી પત્નીને સહેલાઇથી સંતોષ આપી શકો છો. મંઝિલ પર પહોંચવું એ મહત્ત્વનું છે, મંઝિલ સુધી પહોંચવા માટેનાં સાધનો નહીં.

સવાલ :  મને બન્ને વૃષ્ણોમાં તીવ્ર પીડા થાય છે. ઠંડા વાતાવરણમાં અને વ્યાયામ કરવાથી અથવા વજન ઊંચકવાથી આ પીડા વધી જાય છે. આવું શા માટે થાય છે? એનો ઇલાજ શો?
એક ભાઇ (પેટલાદ)

જવાબ: કોઇક સર્જ્યનની મદદ લઇને તમને હર્નિયા કે વૃષણની કોથળીના સોજાની બીમારી છે કે નહીં તેની તપાસ કરાવો. ત્યાં સુધી કફ, કબજિયાત અને ખાસ કરીને જેમાં વજન ઊંચકવું પડે એવી કસરતોથીદૂર રહેવાની કોશિશ કરજો.

- અનિતા

Related News

Icon