Home / Entertainment : The person who threatened to kill Salman Khan turns out to be a Gujarati

Salman Khanને મારી નાંખવાની ધમકી આપનારો ગુજરાતી નીકળ્યો, જાણો પોલીસે ક્યાંથી કરી ધરપકડ

Salman Khanને મારી નાંખવાની ધમકી આપનારો ગુજરાતી નીકળ્યો, જાણો પોલીસે ક્યાંથી કરી ધરપકડ

બોલીવૂડ અભિનેતા Salman Khan ને ફરી એકવાર મોતની ધમકી મળી છે. ટ્રાફિક પોલીસ વિભાગને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો જેમાં અભિનેતાની કારને બોમ્બથી ઉડાવી દેવાની અને તેના ઘરમાં ઘૂસીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત વરલી પોલીસ સ્ટેશનમાં પણ ફોન કરવામાં આવ્યો હતો. આ ફોન કોલના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. આ મામલે પોલીસે વડોદરાથી 26 વર્ષીય યુવકની અટકાયત કરવામાં આવી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં વરલી પોલીસે વડોદરાથી 26 વર્ષીય યુવકની ધરપકડ કરી છે, જેણે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને વોટ્સએપ મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની ઓળખ મયંક પંડ્યા તરીકે થઈ છે, જેની પોલીસ ટીમે પૂછપરછ કરી હતી પરંતુ બાદમાં નોટિસ પાઠવ્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.

 ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઈન પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો

સૂત્રોના જણાવ્યાનુસાર, મયંક પંડ્યાએ મુંબઈ ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઈન પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું કે, "હું સલમાન ખાનના ઘરમાં ઘૂસીને તેને મારી નાખીશ અને તેમની કારને બોમ્બથી ઉડાવી દઈશ.' જોકે મેસેજમાં બિશ્નોઈ ગેંગનું નામ નહોતું, પરંતુ અભિનેતાને મળેલી અગાઉની ધમકીઓ જેવો જ હોવાનું કહેવાય છે. મેસેજ મળતાં જ વર્લી પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 351(2) અને 351(3) હેઠળ FIR નોંધી હતી.

અભિનેતાને મળેલી છે Y+ સુરક્ષા

સલમાન ખાનને Y+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી રહી છે. છતાં ધમકીભર્યા મેસેજ મળવાનું ચાલુ રહે છે. જુલાઈ 2024માં એક વ્યક્તિએ બાઈક પર સલમાન ખાનના કાફલામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. નવેમ્બર 2024માં ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર બીજી ધમકી મળી, જેમાં 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી અને જો માંગણી પૂર્ણ ન થાય તો ગંભીર પરિણામોની ચેતવણી આપવામાં આવી. કર્ણાટકથી આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

Related News

Icon