Home / Gujarat / Gandhinagar : Despite the persuasion of MLAs the Gram Panchayat is not getting along Samras

ધારાસભ્યોના પ્રલોભન છતાં પણ ગ્રામ પંચાયત સમરસ થતી નથી

ધારાસભ્યોના પ્રલોભન છતાં પણ ગ્રામ પંચાયત સમરસ થતી નથી

એક સમય હતો કે, ગ્રામ પંચાયતો સમરસ થતી હતી. સરકારના પ્રોત્સાહનના કારણે સમરસ ગ્રામ પંચાયતની સંખ્યામાં વધારો થયો હતો. લાંબા વખત પછી ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા જઇ રહી છે ત્યારે ગામડાઓનું ચિત્ર બદલાયું છે. આ વખતે પણ ધારાસભ્યોએ સમરસ ગ્રામ પંચાયતો માટે નાણાકીય પ્રોત્સાહન આપવા તૈયારીઓ દર્શાવી છે છતાં પણ સમરસ ગ્રામ પંચાયતો થતી નથી જે સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

8 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી

OBC અનામતની સાથે આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવવા જઇ રહી છે જેમાં 4900 સરપંચ માટે ચૂંટણી યોજાશે. આ વખતે ધારાસભ્યો સમરસ ગ્રામ પંચાયત બનાવવા માટે મેદાને પડ્યા છે. જો સમરસ ગ્રામ પંચાયત બને તો નાણાકીય પ્રોત્સાહન આપવા માટે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ એલાન પણ કર્યુ છે. આમ છતાં પણ ગણતરીની પંચાયતોમાં ચૂંટણી જંગ ખેલાવવા જઇ રહ્યો છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, હવે ગામડાઓમાં પરિસ્થિતિ બદલાઇ છે. રાજ્ય સરકારે સરપંચોને વધુ સત્તાઓ આપી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં જાતિવાદે ઘર કર્યું 

પરિણામે સરપંચ પણ હવે એક પ્રતિતિ હોદ્દો બન્યો છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં જાતિવાદે ઘર કર્યું છે પરિણામે બહુમતી ધરાવતી જ્ઞાતિના લોકો સરપંચ અને પંચાયત પર કબજો મેળવવા માટે ધમપછાડા કરી રહ્યા છે. આમ સ્થાનિક રાજરકારણના કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મહત્ત્વ વધ્યું છે.

ગામડાઓમાં સમરસતા ભુલાઇ

સ્થિતિ એવી સર્જાય છે કે, હવે ગામડાઓમાં સમરસતા ભુલાઇ ગઇ છે. સમરસતાના કારણે ગામડાઓમાં એકતા જળવાઇ રહે છે. લોકો સર્વ સંમત્તિથી સરપંચ નીમે છે પણ હવે એવું થતું નથી. જ્ઞાતિવાદના કારણે ગામડાઓમાં આંતરિક ઝઘડા પણ વધ્યા છે અને પરિણામે પંચાયતની ચૂંટણી વધુ સ્પર્ધાત્મક બનતી ગઇ છે. આ કારણસર ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યા ઘણી ઓછી થઇ છે જે સરકાર અને રાજકીય પક્ષો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.

ગ્રામ પંચાયત સમરસ જાહેર થાય તો કેટલી ગ્રાન્ટ મળે?

વસ્તી પ્રથમ વખત સતત બીજી સતત ત્રીજી સતત ચોથી સતત પાંચમી
5 હજાર સુધી 3 લાખ 5.75 લાખ 7.75 લાખ 8.25 લાખ 8.50 લાખ
5001થી 25 હજાર 4.50 લાખ 7.75 લાખ 10 લાખ 10.50 લાખ 11 લાખ
Related News

Icon